Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત આવી રહેલી સ્પેશિયલ ટ્રેનમાં અચાનક બિમાર પડ્યા 90 મુસાફરો, ઝાડા ઉલટી થતાં દોડધામ

Indian Railways: રેલવે અધિકારીઓએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 90 મુસાફરોએ બુધવારે (29 નવેમ્બર) ફૂડ પોઇઝનિંગની ફરિયાદ કરી હતી.
 

ગુજરાત આવી રહેલી સ્પેશિયલ ટ્રેનમાં અચાનક બિમાર પડ્યા 90 મુસાફરો, ઝાડા ઉલટી થતાં દોડધામ

Passengers Fell Ill In Special Train: ભારતીય રેલવેમાં પીરસવામાં આવતા ફૂડને લઈને અનેક ફરિયાદો સામે આવી રહી છે. હવે સમાચાર સામે આવ્યા છે કે ચેન્નાઈથી ગુજરાત જતી સ્પેશિયલ ટ્રેનમાં ફૂડ પોઈઝનિંગના કારણે 90 મુસાફરો બીમાર પડ્યા છે. જી હા.. પીટીઆઈના મતે, એક અધિકારીના જણાવ્યા અનુસાર, રેલવે પેસેન્જર ગ્રૂપ દ્વારા ભોજન ખાનગી રીતે ખરીદવામાં આવ્યું હતું અને રેલવે અથવા ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા સપ્લાય કરવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું કે મુસાફરો દ્વારા ખાવામાં આવતો ખોરાક પેન્ટ્રી કારમાં તૈયાર કરવામાં આવ્યો હતો. બુધવારે (29 નવેમ્બર) સોલાપુર અને પુણે વચ્ચેના કોચમાં લગભગ 80 થી 90 મુસાફરોએ ફૂડ પોઇઝનિંગની ફરિયાદ કરી હતી.

તબીબી સહાય બાદ ટ્રેન ગંતવ્ય માટે રવાના થઈ
અધિકારીએ કહ્યું કે મુસાફરોએ ઉબકા, ઝાડા અને માથાનો દુખાવોની ફરિયાદ હતી. તેમણે કહ્યું કે પૂણે સ્ટેશન પર ડોક્ટરોની ટીમે તમામ મુસાફરોની સંભાળ લીધી અને તેમને સારવાર આપી હતી. લગભગ 50 મિનિટ પછી ટ્રેનને ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે તમામ મુસાફરોની હાલત હાલ સ્થિર છે. રેલ્વે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર એક ખાનગી કંપની આ સેવાનું સંચાલન કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રાલય કંપની વિરુદ્ધ કાર્યવાહી કરશે.

ધાર્મિક કાર્યક્રમ માટે બુક કરવામાં આવી હતી ટ્રેન
જાણવા મળી રહ્યું છે કે, આ સ્પેશિયલ ટ્રેન ચેન્નાઈથી ગુજરાત જઈ રહી હતી. મુસાફરોની તબિયત અચાનક બગડવાના કારણે ટ્રેનને 29 નવેમ્બરે પુણે સ્ટેશન પર રોકવી પડી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ગુજરાતના પાલિતાણામાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમ માટે ભારત ગૌરવ ટ્રેન ખાસ બુક કરવામાં આવી હતી. 

ટ્રેન 50 મિનિટ મોડી દોડી હતી
રેલવે અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે મંગળવારે સાંજે મહારાષ્ટ્રના પુણે રેલવે સ્ટેશન પર ડૉક્ટરોએ તમામ મુસાફરોને જરૂરી સારવાર પૂરી પાડી હતી. તમને જણાવી દઈએ કે ટ્રેન 50 મિનિટના વિલંબ પછી ફરી શરૂ થઈ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More