Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત : નાની નાની વાતોમાં ઘરેથી ભાગી જતો બાળક પરિવાર માટે મુંઝવણ બન્યો

સુરતમાં રહેતું એક 9 વર્ષનું બાળક માતા-પિતા માટે મુંઝવણ સમાન બન્યો છે. બાળક વાંરવાર ઘરેથી ભાગી જાય છે. બાળક 9 વર્ષની ઉંમરમાં 7 વખતથી પણ વધારે વખત ભાગી ચુક્યો છે. ઉમરા પોલીસને શનિવારે એખ બાળક મળી આવ્યું હતું. જેનું મિલન પોલીસે તેમના પરિવાર સાથે કરાવ્યું હતું. જો કેતેનો પરિવાર બાળકને કારણે ખુબ જ પરેશાન છે. આ બાળક વારંવાર પોતાનું ઘર છોડીને ફરાર થઇ જાય છે.

સુરત : નાની નાની વાતોમાં ઘરેથી ભાગી જતો બાળક પરિવાર માટે મુંઝવણ બન્યો

સુરત : સુરતમાં રહેતું એક 9 વર્ષનું બાળક માતા-પિતા માટે મુંઝવણ સમાન બન્યો છે. બાળક વાંરવાર ઘરેથી ભાગી જાય છે. બાળક 9 વર્ષની ઉંમરમાં 7 વખતથી પણ વધારે વખત ભાગી ચુક્યો છે. ઉમરા પોલીસને શનિવારે એખ બાળક મળી આવ્યું હતું. જેનું મિલન પોલીસે તેમના પરિવાર સાથે કરાવ્યું હતું. જો કેતેનો પરિવાર બાળકને કારણે ખુબ જ પરેશાન છે. આ બાળક વારંવાર પોતાનું ઘર છોડીને ફરાર થઇ જાય છે.

દિવાળી-બેસતા વર્ષે 'ક્યાર' જોખમી બન્યું, દરિયો ગાંડોતુર સુરત,રાજકોટ, મહિસાગરમાં વરસાદ
ઘર બહાર રમતા રમતા જતો રહે છે
ઘટના અંગે મળતી માહિતી અનુસાર ભટાર વિસ્તારમાં રહેતા એક પરિવાર માટે તેમનું 9 વર્ષનું બાળક સમસ્યારૂપ બન્યું છે. શુક્રવારની રાત્રે 9.30 વાગ્યાની સમયે ઘરેથી રમતો રમતો ક્યાંક જતો રહ્યો હતો. જેથી પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન શનિવારના  રોજ રાત્રે પોલીસને ગાર્ડનમાંથી એક બાળક મળી આવ્યો હતો. જેની તપાસ તે ગુમ થયેલ બાબુગીરી જ હોવાનું સામે આવ્યું હતું. બાબુગીરીએ પોલીસને જણાવ્યું કે, તેના પિતા વારંવાર મારે છે. જેથી તે ઘર છોડીને જતો રહ્યો હતો. બે દિવસ સુધી ભુખ્યો તરસ્યો ગાર્ડનના બાકડા પર રહ્યો હતો.

સમઢીયાળા : અંધશ્રદ્ધા દુર કરવા માટે કાળીચૌદસનાં દિવસે સત્યનારાયણની કથા કરી

અમદાવાદમાં ટેક્ષીમાં આવેલા ચાર શખ્સોએ યુવકને બેભાન કરીને લૂંટી લીધો
વારંવાર ઘરેથી જતો રહેતો હોવાથી મુંઝવણ
બાબુગીરીના પિતાએ જણાવ્યું કે, 9 વર્ષની ઉંમરનો થયો ત્યાં સુધીમાં જ તે 7 વખત ઘરેથી ભાગી ચુક્યો છે. બાબુગીરી વારંવાર અને નાની નાની વાતોમાં ઘર છોડીને ચાલ્યો જતો હોવાનાં કારણે પોલીસ માટે એક મોટી સમસ્યા બન્યો છે.. 5 મહિના પહેલા જ તે ઘરેથી ભાગી ગયો હતો. જો કે 3 કલાકમાં પરત ફર્યો હતો. આ રીતે વારંવાર તે ઘર છોડીને ભાગી જતો હોવાથી પરિવાર માટે તે એક મોટી સમસ્યા બન્યો છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More