Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત: 75 ટકા સભ્યો તૈયાર હશે તો સોસાયટીનું રિડેવલપમેન્ટ કરી શકાશે

ગુજરાત સરકારે ઓનરશીપ ફ્લેટ એક્ટમાં કરેલા સુધારા બાદ બહાર પાડેલા નિયમોની જોગવાઇઓ જાહેર કરી છે. નિયમમાં રિડેવલપમેન્ટ માટે જવાની સોસાયટીના સભ્યોએ ડેવલપરને તમામ સત્તાઓ સોંપીને નવા બનનારા ફ્લેટમાંથી બાંકીના એકમોના વેચાણ અને હક્કનાં પરિવર્તન અંગેના પાવર્સ આપવાનાં રહેશે. આ અનુસાર એગ્રીમેન્ટ પણ સોસાયટી અને ડેવલપર વચ્ચે કરવામાં આવશે. રીડેવલપમેન્ટ માટે એજન્સી નક્કી કર્યા બાદ તેની સાથે તમામ શરતો સાથેનો એગ્રીમેન્ટ પણ કરવું પડશે. 

ગુજરાત: 75 ટકા સભ્યો તૈયાર હશે તો સોસાયટીનું રિડેવલપમેન્ટ કરી શકાશે

ગાંધીનગર : ગુજરાત સરકારે ઓનરશીપ ફ્લેટ એક્ટમાં કરેલા સુધારા બાદ બહાર પાડેલા નિયમોની જોગવાઇઓ જાહેર કરી છે. નિયમમાં રિડેવલપમેન્ટ માટે જવાની સોસાયટીના સભ્યોએ ડેવલપરને તમામ સત્તાઓ સોંપીને નવા બનનારા ફ્લેટમાંથી બાંકીના એકમોના વેચાણ અને હક્કનાં પરિવર્તન અંગેના પાવર્સ આપવાનાં રહેશે. આ અનુસાર એગ્રીમેન્ટ પણ સોસાયટી અને ડેવલપર વચ્ચે કરવામાં આવશે. રીડેવલપમેન્ટ માટે એજન્સી નક્કી કર્યા બાદ તેની સાથે તમામ શરતો સાથેનો એગ્રીમેન્ટ પણ કરવું પડશે. 

CAAના સમર્થનમાં વેરાવળ માર્કેટિંગ યાર્ડ ખાતે મહાસંમેલન યોજાયું
શહેરી વિકાસ વિભાગે બહાર પાડેલા નિયમ અનુસાર સોસાયટીનું સંચાલક મંડળ અથવા એસોસિએશન સુઓ મોટો અથવા કુલ સભ્યોનાં ચોથા ભાગના સભ્યોની અરજી કર્યાથી રીડેવલપમેન્ટ માટેની પ્રક્રિયા એક માસની અંદર ખાસ સાધારણ સભા બોલાવીને નક્કી કરવી પડશે. એજન્ડા નક્કી કરી દરેક સભ્યને જાણ કરવી પડશે. સંચાલક મંડળ પાસે 75 ટકા સભ્યોની મંજુરી હોવી પણ એટલી જ જરૂરી રહેશે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની પસંદગી કરશે. આ પ્રક્રિયાના બે માસમાં કન્સલ્ટન્ટ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી ડેવલપર્સને ફ્લેટનાં રીડેવલપમેન્ટ માટે આમંત્રીત કરશે.

સુરત: GST વિભાગ તપાસ કંઇક કરતું હતું અને મળી 600 કરોડનું કૌભાંડ
આ કરારમાં પ્રોજેક્ટ પુર્ણ કરવાનો સમય, સભાસદોને મળવાપાત્ર મકાન, કુલ એરિયા, કાર્પેટ એરિયા, બેંક ગેરેન્ટી, મકાન સાથે મળનારી સગવડ, વૈકલ્પિક આવાસ, નવી સોસાયટીનાં રજીસ્ટ્રેશન, કરારભંગના કિસ્સા અને શરતો અને દંડ સહિતની તમામ જોગવાઇઓનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત એકવાર સંચાલક મંડળ પાસેથી મંજૂર કરાયેલા પ્લાનમાં ડેવલપર કોઇ ફેરફાર કરી નહી શકે. 

ગુજરાતનાં ખેડૂતોને તીડના કારણે થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર જવાબદાર: ચાવડા
જર્જરિત થયેલી ઇમારતોને પણ રિડેવલપ કરવામાં આવશે. સ્થાનિક સત્તાતંત્રે જે ઇમારતોને જર્જરિત અથવા વસવાટ કરવા માટે જોખમી અથવા આસપાસનાં રહેવાસીઓ માટે નુકસાનકારક ઠેરવી હોય તેવી તમામ ઇમારતોને આ કાયદા હેઠળ રિડેવલપમેન્ટ માટે જઇ શકશે. જો કે જે સભ્યોએ રિડેવલપમેન્ટ મંજૂર ન હોય તેમને કેવી રીતે સમજાવવા કે હટાવવા તે અંગે નિયમોમાં કોઇ જ સ્પષ્ટતા કરાઇ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More