Home> Gujarat
Advertisement
Prev
Next

કંસરૂપી મામો પોલીસ પકડમાં, માનીતા મામાએ જ 7 વર્ષીય બાળકીને બનાવી હવસનો શિકાર

 સોલામાંથી ગુમ થયેલ 7 વર્ષની બાળકી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી બાળકીની માતાનો બનાયેલો ભાઈ હતો અને આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ પકડમાં આવેલો આરોપી ભીખા મિસ્ત્રી એ બાળકી સાથે એવું કામ કર્યું છે જેનાથી તમે પણ આરોપી સામે ગુસ્સો કરી ધિક્કારશો.

કંસરૂપી મામો પોલીસ પકડમાં, માનીતા મામાએ જ 7 વર્ષીય બાળકીને બનાવી હવસનો શિકાર

મૌલિક ધામેચા, અમદાવાદ:  સોલામાંથી ગુમ થયેલ 7 વર્ષની બાળકી હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી બાળકીની માતાનો બનાયેલો ભાઈ હતો અને આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ પકડમાં આવેલો આરોપી ભીખા મિસ્ત્રી એ બાળકી સાથે એવું કામ કર્યું છે જેનાથી તમે પણ આરોપી સામે ગુસ્સો કરી ધિક્કારશો.

પહેલાં પ્રેમીપંખીડાઓથી પંકાયેલું રિવરફ્રન્ટ મેદાન હવે વિદેશી નાગરિકોને છેતરવાનું એપી સેન્ટર બન્યું

આરોપીએ બનાયેલી બહેનની પુત્રી સાથે જ દુષ્કર્મ કરી તેની હત્યા કરી નાખી છે. બાળકી સાથે આરોપી ખરાબ કામ કરી રહયો હતો ત્યારે બાળકી બુમાબુમ કરી જેથી આરોપી ડરી ગયો અને તે ઘરે જઈ ને બધું કહી દેશે. જેથી તેને હત્યા કરી નાખી છે.

દારૂની હેરાફેરી માટે બદનામ બોર્ડર પરથી કરોડોના ડ્રગ્સ સાથે કાશ્મીરી યુવક ઝડપાયો

બાળકીના ગુમ થવા અંગે વાત કરીએ તો ઘટના કઈ એમ છે કે આરોપીએ બાળકીને 12 સપ્ટેમ્બરના રોજ રાતે કામ છે તેમ કહી લઈ ગયો હતો. અને ત્યારબાદ ઓગણજ ટોલ પ્લાઝા પાસે ખેતરમાં લઈ ગયો હતો અને રાત્રીના અંધકારમાં બાળકીને ખેતરમાં લઇ જઈ બળાત્કાર કરવા તેના કપડાં કાઢી બળાત્કાર કરવા જઈ રહયો હતો અને ત્યારે બાળકીએ બુમાબુમ કરતા આરોપીએ તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

બાદમાં બાળકીના મૃતદેહને ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે બાળકીની  મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે. ત્યારે આ કેસમાં અન્ય કોઈ બીજો આરોપી છે કે કેમ તેની તપાસ પણ કરી રહી છે.
 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More