Home> Gujarat
Advertisement
Prev
Next

અંબાજીના ત્રિશુળીયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે જ મોત

અંબાજીના ત્રિશુળીયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત 7થી વધુનાં લોકોના મોત થયા છે. પીકઅપ ડાલાની અચાનક બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. અંબાજીથી દાંતા જતાં ત્રિસુલીયા ઘાટ પાસે ડાલું પલટતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. પીકઅપ ડાલામાં સવાર તમામ મુસાફરો વડગામ તાલુકાના ભલગામ ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. 

અંબાજીના ત્રિશુળીયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, 7 લોકોના ઘટના સ્થળે જ મોત

અલ્કેશ રાવ/બનાસકાંઠા: અંબાજીના ત્રિશુળીયા ઘાટ નજીક ગમખ્વાર અકસ્માત 7થી વધુનાં લોકોના મોત થયા છે. પીકઅપ ડાલાની અચાનક બ્રેક ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. અંબાજીથી દાંતા જતાં ત્રિસુલીયા ઘાટ પાસે ડાલું પલટતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. પીકઅપ ડાલામાં સવાર તમામ મુસાફરો વડગામ તાલુકાના ભલગામ ગામના હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. 

અકસ્માત સર્જાતા 108 અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, અકસ્માતમાં ઘટના સ્થળે જ 7 લોકોના મોત થયા છે જ્યારે 10 કરતા વઘુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબો દ્વારા આપાવામાં આવેલી માહિતી અનુસાર મૃત્યુઆંક વધી શકે છે.

સુરતમાં શરૂ થશે ફેમિલી ફાર્મર અભિયાન, ઘરમાં જ થશે શાકભાજીની ખેતી

શક્તિપીઠ અંબાજી માતાજીના દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુંઓને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની જાણ થતા આજુબાજુ ગામના સ્થાનિકો ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને બચાવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતા દાંતા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More