Home> Gujarat
Advertisement
Prev
Next

SURAT માં સ્થળ ત્યાં જળની સ્થિતિ, 7 ઇંચ વરસાદમાં આખુ શહેર થંભી ગયું

શહેરમાં ધોધમાર વરસાદ મોડી રાત્રે જ શરૂ થઇ ગયો હતો. રાત્રિ દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. રાત્રીના 7 કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે સવારે ઉઘાડ નીકળતા પાણી ઓસર્યા હતા. સવારથી જ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. સવારથી જ ધોધમાર વરસાદ વરસતા જનજીવન તરબતર થયું છે. રસ્તાઓ પર પાણી ભરાતા સમગ્ર શહેરમાં ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. 

SURAT માં સ્થળ ત્યાં જળની સ્થિતિ, 7 ઇંચ વરસાદમાં આખુ શહેર થંભી ગયું

સુરત : શહેરમાં ધોધમાર વરસાદ મોડી રાત્રે જ શરૂ થઇ ગયો હતો. રાત્રિ દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. રાત્રીના 7 કલાકમાં સાત ઇંચ વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે સવારે ઉઘાડ નીકળતા પાણી ઓસર્યા હતા. સવારથી જ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. સવારથી જ ધોધમાર વરસાદ વરસતા જનજીવન તરબતર થયું છે. રસ્તાઓ પર પાણી ભરાતા સમગ્ર શહેરમાં ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. 

બોરસદમાં જળબંબાકાર, મધરાતે ગાજવીજ સાથે તોફાની વરસાદ, 1 વ્યક્તિને 11 પશુના મોત

સુરતમાં છેલ્લા બે ત્રણ દિવસમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ પડી રહ્યો છે. અચાનક રાત્રિ દરમિયાન વરસાદ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. સુરતમાં સાત કલાકમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કાદરશાની નાળ, ઉધના દરવાજા, રેલવે ગરનાળા, ઉધનાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાયું હતું. જેના કારણે રસ્તાઓ પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. 

TAPI માં શાંતિપુર્ણ રીતે રથયાત્રા સંપન્ન, કોરોનાકાળ બાદ ભગવાન પહેલીવાર નિકળ્યા નગરચર્યાએ

અત્રે નોંધનીય છે કે, આગામી બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બીજી તરફ જૂન 2021 કરતા જૂન 2022 માં અડધો એટલે કે 6 ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે આજથી જુલાઇ મહિનાની શરૂઆતમાં જ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી હતી. ઉકાઇ ડેમમાં સીઝનમાં પહેલીવાર પાણીની આવક શરૂ થઇ છે. રાત્રે 8 કલાકે ડેમમાં 11841 ક્યુસેક આવક હતી. જેની સામે 1050 ક્યુસેક આઉટફ્લો હતો. આ ઉપરાંત ડેમની સપાટી પણ 315.37 ફૂટ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More