Home> Gujarat
Advertisement
Prev
Next

Corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 510 કેસ, 34 મૃત્યુ, 370 દર્દી ડિસ્ચાર્જ

અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ 343 કેસ નોંધાયા છે. 
 

 Corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 510 કેસ, 34 મૃત્યુ, 370 દર્દી ડિસ્ચાર્જ

ગાંધીનગરઃ   ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો રાફડો ફાટ્યો છે. આજે આંકડો ફરી 500ને પાર કરી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 510 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 34 લોકોના મૃત્યુ પણ થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 370 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 21,554 પર પહોંચી છે. તો અત્યાર સુધી કુલ 1347 લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ કુલ 14743 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વિગત
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 343 કેસ નોંધાયા છે. તો સુરતમાં 73, વડોદરામાં 35, ભાવનગરમાં 8, ખેડામાં 6, રાજકોટમાં 5, મહેસાણા 4, અરવલ્લી 4, સાબરકાંઠા 4, આણંદ 4, સુરેન્દ્રનગર 4, ગાંધીનગર, કચ્છ, જામનગર, ભરૂચ, જુનાગઢ, પોરબંદર, મોરબીમાં બે-બે કેસ નોંધાયા છે. તો પંચમહાલ, પાટણ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ સામે આવ્યો છે. આ સાથે અન્ય રાજ્યના ત્રણ કેસ નોંધાયા છે. 

અમદાવાદમાં વધુ 26 મૃત્યુ
રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 34 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 26, સુરત અને અરવલ્લીમાં 2-2, ગાંધીનગર, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે. 
fallbacks

આજે રાજ્યભરમાં 370 દર્દી ડિસ્ચાર્જ
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 370 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમદાવાદમાં સૌથી વધુ 266 લોકો સાજા થયા છે. મહેસાણામાં 4, જામનગર 2, અરવલ્લી 1, રાજકોટ 1, સુરત 53, નવસારી 3, પાટણ 2, દેવભૂમિ દ્વારકા 1, સાબરકાંઠા 1, વડોદરા 14, પોરબંદર 3, સુરેન્દ્રનગર 2, જુનાગઢ 1, ગાંધીનગર 12, આણંદ 2, અમરેલી 1 અને પંચમહાલમાં એક-એક દર્દીને સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા 5464 છે. જેમાંથી 69 લોકો વેન્ટીલેટર પર છે. તો 5395 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી રાજ્યમાં 14943 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More