Home> Gujarat
Advertisement
Prev
Next

મહીસાગરઃ દેગમડાં ગામે આવેલ મહીસાગર નદીમાં ન્હાવા પડેલા પાચં યુવાનો ડૂબ્યા, ત્રણના મોત

 પાંચ યુવકો ન્હાવા પડ્યા હતા તેમાંથી 3ના મોત થયા છે જ્યારે બેની શોધખોળ શરૂ છે. 

મહીસાગરઃ દેગમડાં ગામે આવેલ મહીસાગર નદીમાં ન્હાવા પડેલા પાચં યુવાનો ડૂબ્યા, ત્રણના મોત

મહીસાગરઃ જિલ્લાના દેગમડાં ગામે આવેલ મહીસાગર નદીમાં આજે અધિક માસની પુરુષોત્તમ અગિયારસ હોવાથી આ અધિક માસની પુરુષોત્તમ અગિયારસ હોવાથી આજુબાજુના ગામોમાંથી અનેક લોકો પવિત્ર પુરુષોત્તમ  અગિયારસના ન્હાવા માટે આવ્યા હતા. જેમાં અરવલ્લી માલપુરના બાજુના ગામો ગોવિંદપુર ટીસકી અને સોમપુર ગામના યુવાનો પણ ન્હાવા માટે આવ્યા હતા. જેમાના પાંચ યુવાનો મહીસાગર નદીના ઊંડાણ વાળા વિસ્તાર વચ્ચે જતા રહેતા આ પાંચે યુવાનો ડૂબી જવા પામ્યા હતા. જેની સ્થાનિક લોકોને જાણ  થતા લોકટોળા ઉમટ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓએ ડુબેલ યુવાનોની શોધખોળ શરુ કરી હતી. પરંતુ કલાકોની જહેમત પછી સાંજના પાંચ વાગ્યાના સુમારે અડધા કલાકના અંતરમાં ત્રણ યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં સફળ થયા હતા અને અન્ય બે યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે. 

જો કે ડુબ્યાની ઘટના બનતા સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો સ્થળ પર ખડકી દેવામાં આવ્યો છે તેમજ  વડોદરાથી એનડીઆરએફની ટીમને પણ બોલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલ પોલીસે મળેલ મૃતદેહને પી.એમ અર્થે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More