Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યના 162 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો

હવામાન વિભાગ દ્વારા બે દિવસ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 162 તાલુકામાં વરસાદ (heavy rain) નોંધાયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ તાપીના દોલવનમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે

રાજ્યના 162 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો

હિતલ પારેખ, ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા બે દિવસ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 162 તાલુકામાં વરસાદ (heavy rain) નોંધાયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ તાપીના દોલવનમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સુરતના ઉમરપાડા અને બનાસકાંઠાના દાંતામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. નર્મદાના ડેડીયાપાડામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠાના અમીરગઢ અને દાંતીવાડા તેમજ સુરતના મહુવામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. પાટણ જિલ્લાના સરસ્વતિ અને સિદ્ધપુર, નવસારીના વાસદા, સાબરકાંઠાના પોશિના અને ડાંગના વધઇમાં બે ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના 12 તાલુકામાં બે ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 38 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો:- પંચમહાલ: વરસાદના પગલે કણજીપાણી ગામમાં મકાન પડતા પરિવારના 3 સભ્યોનાં મોત

રાજ્યમાં આજે સવારથી 8 વાગ્યાથી સુધીમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માણાવદર અને વંથલીમાં સવા એક ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. જૂનાગઢ અને જૂનાગઢ સીટીમાં પણ એક ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આજે સવારથી જૂનાગઢના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગાંધીનગરના માણસામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. બોટાદના ગઢડામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ ઉમરપાડામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મહુવામાં 2.10 ઈંચ, બારડોલીમાં 1 ઇંચ, ચોર્યાસી અને પલસાણામાં 1.25, માંગરોળમાં 20, ઓલપાડ અને માંડવીમાં 12 મિમી અને કામરેજ અને સુરત સીટીમાં 8 મિમી વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો:- ભાવનગરમાં ધોધમાર તો ગીર સોમનાથમાં ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આનંદ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના હવામાન વિભાગે આજે સારા વરસાદની આગાહી આપી છે. આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, દાદરાનગર હવેલી અને નર્મદા જિલ્લામાં સારો વરસાદ થશે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે સુરત, નવસારી અને વલસાડમાં પણ સારા વરસાદની આગાહી આપી છે. ઉત્તર ગુજરાતમાં ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. તો મધ્ય ગુજરાતમાં વડોદરા અને અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More