Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત શર્મસાર! 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં ઓપરેશન થિયેટરમાં દાખલ કરાઈ

બાળકીને લોહીલુહાણ હાલતમાં જોઈને તબીબો દ્વારા તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં દાખલ કરી દેવામાં આવી હતી. બાળકી સાથે દુષ્કર્મ થતું હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટને લઈને ઈચ્છપોર પોલીસને જાણ કરાઈ હતી.

સુરત શર્મસાર! 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં ઓપરેશન થિયેટરમાં દાખલ કરાઈ

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં RJD પાર્ક પાસે 4 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પરિવાર RJD પાર્ક પાસે નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહે છે. નરાધમ બાળકીનું અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમની ભોગ બનેલી બાળકીની હાલ ગંભીર હોવાથી નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. 

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલના ફરી ઘાતક બોલ, આ આગાહીથી વધી જશે ધબકારા!

સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં મૂળ મધ્યપ્રદેશની શ્રમિક પરિવાર RJD પાર્ક પાસે નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહે છે અને મજૂરી કામ કરી પરિવાર ગુજરાન ચલાવે છે. તેમની 4 વર્ષની બાળકીને રાત્રિ બે વાગ્યાના અરસામાં રડવાનો અવાજ પરિવારને આવતા ઊંઘમાંથી જાગી ગયા હતા. બાળકીને લોહીલુહાણ હાલતમાં જોતા પરિવાર ચોંકી ગયું હતું. બાળકીને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને લોહીલુહાણ હાલતમાં જોઈને તબીબો દ્વારા તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં દાખલ કરી દેવામાં આવી હતી. બાળકી સાથે દુષ્કર્મ થતું હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટને લઈને ઈચ્છપોર પોલીસને જાણ કરાઈ હતી. પીઆઈ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. 

PM એ USની ફર્સ્ટ લેડીને આપેલો હીરો સુરતમાં થયો છે તૈયાર, જાણો કેવી રીતે બન્યો છે...

ઘટનાને લઈ ઇચ્છપોર પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ઈચ્છાપોર પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો બનાવની જગ્યાએ પહોંચી આજુબાજુના સીસી ટીવી કેમેરાની તપાસ શરૂ કરી હતી. તપાસ કરતા એક નરાધમ બાળકીને લઈ જતા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સીસીટીવી કેમેરામાં આધારે આરોપીને પકડી પાડ્યો છે.

અમદાવાદીઓને લાગશે 440 વોટનો ઝટકો! AMTS-BRTSની મુસાફરી હવે બનશે મોંઘી, જાણી લો ભાડું

પોલીસે તપાસ કરતા નરાધમ આરોપી બાળકનું અપહરણ કરી લઈ ગયો હતો.બાદ બાળકોના ઘરના 200 મીટર દૂર અવવારું જગ્યાએ લઈ જઈ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.ત્યાર બાદ બાળકીને રોડ મૂકીને ફરાર થઇ ગયો હતો.બાળકી લોહીલુહાણ હાલતમાં રડતા રડતા ઘરે પહોંચી હતી. બાળકીનો રડવાનો અવાજ સાંભળી પરિવારના લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા.

હચમચાવતો કિસ્સો! 100 તોલા સોનું અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય વિશે પત્નીનો ગંભીર આક્ષેપ

બાળકીને લોહીલુહાણ હાલતમાં જોઈ ચોંકી ગયા હતા. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો હતો.નરાધમની હેવાનિયતનો ભોગ બનેલી બાળકીની હાલત ખુબ જ ગંભીર છે. હાલ તો સિવિલમાં ઓપરેશન થિયેટરમાં સારવાર ચાલી છે. જોકે તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકી બેભાન હાલતમાં છે. 

હવે US ના વિઝા માટે મુંબઈ જવાની જરૂર નહીં પડે, ગુજરાતના આ શહેરમાં ખુલશે કોન્સ્યુલેટ

હાલ સમગ્ર મામલે પોલીસે નરાધન આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવી રહ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More