Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય, તપાસ માટે SITની રચના

રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 24ના મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે મૃતકોને 4 લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. તેમજ આ બનાવની તપાસ માટે SITની રચના કરી છે.
 

રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય, તપાસ માટે SITની રચના

Rajkot Gaming Zone: રાજકોટમાં ફરી સુરત તક્ષશિલા જેવી ઘટના બની છે. આ ઘટનામાં 24 લોકોના મોત થાય છે. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમદાવાદના TRP ગેમઝોન બાદ રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગી છે. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થયું છે. અમદાવાદના TRP મોલમાં આવેલા ગેમ ઝોનના આગના બનાવ બાદ હવે રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી. જ્યારે આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં અનેક બાળકો અને તેમના માતા પિતા હાજર હતા. ગેમ ઝોનમાં લાગેલી આગ ગણતરીની મિનિટોમાં જ વિકરાળ બની ગઈ હતી. આગના ધૂમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. તો ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરતા ફાયરની ગાડીઓની ખડકલો થઈ ગયો હતો. રાજકોટમાં TRP ગેમઝોનમાં ભયંકર આગ લાગવાની ઘટનાને સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે.  

મૃતકોને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજાર

રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય કરશે. આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.

 

રાજકોટમાં લાગેલી આગને લઈ PM મોદીએ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું

અગાઉ પણ અમદાવાદના ગેમ ઝોનમાં આગનો બનાવ બન્યો હતો. બોપલમાં આવેલા TRP મોલમાં ગેમ ઝોન ચાલતું હતુ. જ્યાં ભીષણ આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. તો બીજી ઘટના રાજકોટમાં બની છે. જ્યાં હવે આગ લાગતા ગેમ ઝોનમાં આગનો બનાવ બન્યો છે. આગ પહેલાં ગેમ ઝોનના બહારના ડોમમાં પડેલા પ્લાયવુડના લાકડાઓમાં લાગી હતી અને આ આગ ગણતરીની મીનિટમાં જ ગેમ ઝોનની અંદર પહોંચી ગઈ હતી.

શક્તિસિંહે ભાજપ પર કર્યા પ્રહાર

આગના બનાવ બાદ ગેમ ઝોનની સુરક્ષા સામે સૌથી મોટા સવાલ ઉભા થયા છે. કેમ કે ઝી 24 કલાકે એક પ્રત્યક્ષ દર્શી સાથે વાત કરી છે. આ પ્રત્યક્ષ દર્શી ઋત્વિજભાઈએ જે ખુલાસા કર્યા તે ખૂબ ચોંકાવનારા છે. ઋત્વિજ ભાઈએ દાવો કર્યો કે અંદર કન્ટ્રક્શનનું કામ ચાલુ હતુ. પ્લાયના લાકડાઓમાં આગ લાગી હતી. સુરક્ષાના કોઈ સાધન નહોતા. 30-40 સેકન્ડમાં આખા ગેમઝોનમાં આગ ફેલાઈ ગઈ હતી. રૂમમાં 7 બાળકો હતા, એ આગમાં ફસાઈ ગયા હતા. ગેમ ઝોનમાં 60થી 70 હાજર હતા. માત્ર 2 જ ઈમરજન્સીના ગેટ હતા. એ ઈમરજન્સીના ગેટ પર તાળાં હતા. સુરક્ષા કર્મચારીઓ કોઈને બચાવવા ન રોકાયા. આગ લાગતાં સુરક્ષાકર્મીઓ ભાગી ગયા હતા. ઈમરજન્સીના ગેટ ખુલ્યા હોત તો અનેક જીવ બચી ગયા હોત. 

વિજય રુપાણીએ દુખ વ્યક્ત કર્યું

આ પહેલાં પણ ગેમ ઝોનમાં આગના બનાવો બની ચુક્યા છે ત્યારે હવે રાજકોટના ગેમ ઝોનમાં આગના તાંડવ બાદ હવે તપાસ કરવાનું તંત્ર માત્રને માત્ર નાટક કરી રહ્યુ છે. આખા બનાવ પરથી એ જ સવાલ થાય છે કે જો તંત્ર દ્વારા પહેલા પગલા લેવાયા હોત તો આ ગેમ ઝોન મોતની ગેમ ઝોન ન બની હોત.

રુપાલાએ દુખ વ્યક્ત કર્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More