Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ ATSની ટીમે ગુપ્ત ઓપરેશન દ્વારા 15 કોરડ હેરોઇન જપ્ત કર્યું

દ્વારકા જિલ્લાના સલાયામાંથી અમદાવાદની ATSની ટીમ દ્વારા દરોડા પાડીને ચાર કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. એક ગુપ્ત ઓપરેશન દ્વારા બાતમીનાં આધારે એટીએસ દ્વારા પડાયેલા દરોડામાં 4 કિલો હેરોઇન સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ હેરોઇનની કિંમત 15 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે સ્થાનિક પોલીસ આ સમગ્ર ઓપરેશન મુદ્દે અજાણ હતી. 

અમદાવાદ ATSની ટીમે ગુપ્ત ઓપરેશન દ્વારા 15 કોરડ હેરોઇન જપ્ત કર્યું

દ્વારકા : દ્વારકા જિલ્લાના સલાયામાંથી અમદાવાદની ATSની ટીમ દ્વારા દરોડા પાડીને ચાર કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. એક ગુપ્ત ઓપરેશન દ્વારા બાતમીનાં આધારે એટીએસ દ્વારા પડાયેલા દરોડામાં 4 કિલો હેરોઇન સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ હેરોઇનની કિંમત 15 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે સ્થાનિક પોલીસ આ સમગ્ર ઓપરેશન મુદ્દે અજાણ હતી. 

અમદાવાદ એટીએસ દ્વારા દેવભુમિ દ્વારા જિલ્લાનાં સલાયા ગામની એક વાડીમાંથી ગુપ્ત ઓપરેશન દ્વારા ચોક્કસ બાતમીનાં આધારે ચાર કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશનમાં સ્થાનિક પોલીસને તદ્દન અજાણ રાખવામાં આવી હતી. હાલ તો એટીએસ દ્વારા જ આ સમગ્ર મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સલાયા વિસ્તાર દાણચોરો માટે કુખ્યાત છે. સલાયાના માર્ગે મોટા પ્રમાણમાં દાણચોરી થાય છે. એટીએસને માહિતી હતી કે દરિયાઇ માર્ગે 4 કિલો હેરોઇનનો જથ્થો સલાયાનાં કિનારે ઉતર્રયો છે. હાલ તો આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું અને તેને ક્યાં પાર્સલ મોકલવાનું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More