Home> Gujarat
Advertisement
Prev
Next

ઉદ્યોગો માટે સરકારે લીધા 4 મોટા નિર્ણય, 15-15 દિવસે ચાર હપ્તામાં ભરી શકાશે બિલ

મુખ્યમંત્રીએ રાજ્યના મોરબી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના નાના ઉદ્યોગો જે ગુજરાત ગેસ કંપની લિમિટેડનો ગેસ વપરાશ કરે છે તેમને હાલની લોક ડાઉનની સ્થિતિમાં આર્થિક રાહત આપતા આ નિર્ણયો કર્યા છે.

ઉદ્યોગો માટે સરકારે લીધા 4 મોટા નિર્ણય, 15-15 દિવસે ચાર હપ્તામાં ભરી શકાશે બિલ

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ઉદ્યોગકારો માટે પ્રવર્તમાન કિરોના વાયરસને કારણે ઊભી થયેલી લોક ડાઉનની સ્થિતિમાં રાહત રૂપ જાહેરાતો કરી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ જાહેરાતોની વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં મોરબી સિરામિક સહિત જે ઉદ્યોગો ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસનો વપરાશ પોતાના ઉદ્યોગ એકમોમાં કરે છે તેમને 4 જેટલી રાહતો આપી છે. 

રાજ્યમાં આવી જે કંપનીઓ ગુજરાત ગેસ લી. નો ગેસ વાપરે છે તેવી કંપનીઓને માર્ચ 2020ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હતી તે રકમ ભરવાની મુદત તારીખ 10મે સુધી વધારી આપવાનો નિણર્ય કર્યો છે. તારીખ 10મે ના ડ્યુ થતી રકમ હવે 23 જૂન સુધી ભરી શકાશે અને આ માટે 15 15 દિવસના ચાર હપ્તા આપવામાં આવશે.

વિજય રૂપાણીએ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય આવા ઉદ્યોગકારો માટે લઈને એવું પણ જાહેર કર્યું છે કે  ઉદ્યોગકારોને દર મહિને બિલમાં ભરવાનો થતો ફિક્સ ચાર્જ મીનીમમ ઓફ ટેક પ્રાઇસમાંથી પણ 3 મહિના એટલે કે એપ્રિલ મે અને જૂન માસ માટે મુક્તિ આપવામાં આવી છે. તેમણે એવી મહત્વની રાહત પણ આ ઉદ્યોગોને આપી છે કે ગુજરાત ગેસ કંપની લિમિટેડના બિલની વિલંબિત ચુકવણી એટલે કે મોડા ભરવામાં આવે તો જે 18 ટકા વ્યાજ વસૂલ કરવામાં આવતું હતું તે હવે 10 ટકા જ વસૂલ કરાશે.

મુખ્યમંત્રીએ રાજ્યના મોરબી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના નાના ઉદ્યોગો જે ગુજરાત ગેસ કંપની લિમિટેડનો ગેસ વપરાશ કરે છે તેમને હાલની લોક ડાઉનની સ્થિતિમાં આર્થિક રાહત આપતા આ નિર્ણયો કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More