Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણામાં સાઈબર ફ્રોડનો ચેતવણીરૂપ કિસ્સોઃ ના OTP કે ના કોઈ લિંક અને 30 મિનિટમાં 37 લાખ ગાયબ!

31 ડિસેમ્બર 2022ના રોજ માત્ર 30 મિનિટમાં 37 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી. અહેવાલો પ્રમાણે માહિતી મળી રહી છે કે ગુજરાતના રહેવાસી દુષ્યંત પટેલને એક મેસેજ મળ્યો હતો કે બેંકમાંથી 10 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે.

મહેસાણામાં સાઈબર ફ્રોડનો ચેતવણીરૂપ કિસ્સોઃ ના OTP કે ના કોઈ લિંક અને 30 મિનિટમાં 37 લાખ ગાયબ!

મહેસાણા: આજકાલ સાયબર ક્રાઈમના અનેક કિસ્સાઓ બનતા હોયા છે, ત્યારે મહેસાણાનો 42 વર્ષીય વ્યક્તિ સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે. 31 ડિસેમ્બર 2022ના રોજ માત્ર 30 મિનિટમાં 37 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી. અહેવાલો પ્રમાણે માહિતી મળી રહી છે કે ગુજરાતના રહેવાસી દુષ્યંત પટેલને એક મેસેજ મળ્યો હતો કે બેંકમાંથી 10 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે.

ઓપીટી શેર કર્યા વગર બેંકમાંથી ઉડી ગયા 37 લાખ  
તેમના ખાતામાંથી બપોરે 3:19 વાગ્યે અને બપોરે 3.20 વાગ્યે તેમના ખાતામાંથી બીજા 10 લાખ રૂપિયા ડેબિટ થયા હતા. બપોરે 3.49 વાગ્યે તેમના ખાતામાંથી અન્ય 17 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે તે આ સમયગાળા દરમિયાન દુષ્યંતે  પોતાના એકાઉન્ટની વિગતો કે કોઈ OTP કોઈની સાથે શેર કર્યો ન હતો.

ચાઇનીઝ દોરી-તુક્કલ વેચવા પર પ્રતિબંધ, 100 નંબર પર માહિતી આપો, મોટી કાર્યવાહી થશે!

હેક કરવામાં આવ્યો હતો ફોન
બીજો ડેબિટ મેસેજ મળ્યા બાદ પટેલે બેંકનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. જ્યારે બેંક અધિકારીએ તેનું એકાઉન્ટ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે તેમના ખાતાની માહિતી અમાન્ય છે. બેંક અધિકારીએ કોઈક રીતે તેમનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું અને મહેસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પટેલનો ફોન હેક થયો હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેમનો તમામ ખાનગી ડેટા એક્સેસ કરવામાં આવ્યો હતો.

ગીરમાં ફરી રહ્યું છે દુર્લભ પ્રાણી ઘોરખોદિયું, કટોકટીની સ્થતિમાં મરવાનો ડોળ કરે, પણ...

આ મોટી બાબતોનું રાખો ધ્યાન:

1. વારંવાર હેંગ થવું
જો તમારા ફોનનું પર્ફોર્મન્સ અચાનક ઘટી જાય અને તે વારંવાર હેંગ થવા લાગે તો તમારો ફોન હેક થઈ ગયો હોવાનો સંકેત હોઈ શકે છે.

2. વધુ પડતી બેટરી ડ્રેઇન
હેકર્સ તમારા ફોનમાં ડેટા ઓપરેટ કરતાની સાથે જ ફોનની બેટરી સામાન્ય કરતા વધુ ઝડપથી ખતમ થઈ જાય છે. તેથી, જો તમારા ફોનની બેટરી સામાન્ય કરતાં વધુ ઝડપથી ખતમ થઈ રહી છે, તો તે હેકિંગની નિશાની હોઈ શકે છે.

અનેક હોટલમાં દુષ્કર્મ, બે વાર ગર્ભ પડાવ્યો,જાણો અમદાવાદી યુવતીને પ્રેમમાં મળેલી સજા!

3. ઇન્ટરનેટ ડેટા ઝડપથી સમાપ્ત થવો
તમારા ફોનમાં સ્પાયવેર તમારા મોબાઈલમાંથી કોઈપણ ડેટાને તેમના ગેજેટમાં ટ્રાન્સફર કરવા માટે તમારા ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરે છે, જેના પરિણામે તમારો ઈન્ટરનેટ ડેટા ઝડપથી ખતમ થઈ જાય છે.

4. ફોન ઓવરહિટીંગ
જો કોઈએ તમારો ફોન હેક કર્યો હોય, તો તમને અચાનક તમારો હેન્ડસેટ વધુ ગરમ થતો જોવા મળશે. તમારો ફોન પહેલા કરતા વધુ ગરમ થશે. જો સ્માર્ટફોનના સામાન્ય ઉપયોગથી પણ તમારો ફોન વધુ ગરમ થઈ રહ્યો છે, તો સમજી લો કે તમારો ફોન હેક થઈ ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More