Home> Gujarat
Advertisement
Prev
Next

સિંચાઇ વિભાગ દ્વારા ખેતી માટે પાણી ન આપતા 3 હજાર ખેડૂતોની બાઇક રેલી

ડાંગર અને શેરડીના પાક માટે પુરતુ પાણી નહિ આપતા ખેડુત સમાજ દ્વારા આજે એક વિશાળ જળ યાત્રા કાઢવામા આવી હતી. રેલી સિચાઇ વિભાગની ઓફિસ પર પહોંચતા જ ગેટ બંધ કરી દેવામા આવતા ખેડુતો રોષે ભરાયા હતા. રસ્તા પર બેસી ટ્રાફિક જામ કર્યો હતો. બીજી તરફ મિટિંગ કરતા ડાંગરનો પાક ન કરવાનો પરિપત્ર રદ્દ કરવામા આવ્યો હતો તથા પાણીના રોટેશન અંગે બે દિવસમા જવાબ આપશે તેવુ કહેતા ખેડુતોએ પોતાના ઘરણા પરત ખેંચ્યા હતા.

સિંચાઇ વિભાગ દ્વારા ખેતી માટે પાણી ન આપતા 3 હજાર ખેડૂતોની બાઇક રેલી

ચેતન પટેલ/ સુરત: ડાંગર અને શેરડીના પાક માટે પુરતુ પાણી નહિ આપતા ખેડુત સમાજ દ્વારા આજે એક વિશાળ જળ યાત્રા કાઢવામા આવી હતી. રેલી સિચાઇ વિભાગની ઓફિસ પર પહોંચતા જ ગેટ બંધ કરી દેવામા આવતા ખેડુતો રોષે ભરાયા હતા. રસ્તા પર બેસી ટ્રાફિક જામ કર્યો હતો. બીજી તરફ મિટિંગ કરતા ડાંગરનો પાક ન કરવાનો પરિપત્ર રદ્દ કરવામા આવ્યો હતો તથા પાણીના રોટેશન અંગે બે દિવસમા જવાબ આપશે તેવુ કહેતા ખેડુતોએ પોતાના ઘરણા પરત ખેંચ્યા હતા.

દક્ષિણ ગુજરાતમાં સામાન્ય રીતે ખેડૂતો ડાંગર અને શેરડીનો પાક ઉગાડતા હોઈ છે. જો કે આ વર્ષે સિંચાઈ વિભાગ દ્વારા ઉકાઈ ડેમમાં પાણી ઓછું હોવાનું કારણ આગળ ધરીને 65 દિવસ પાણી ન કાપનો પરિપત્ર જાહેર કરી આ સમયગાળામાં પાક ન લેવા સૂચન કર્યું હતું. જો કે, પાણી કાપને લઈ ખેડૂતોને રૂ 1 હજાર કરોડનું નુકસાન જાય તેવી ભીતિ સેવાઇ હતી. જેથી ખેડૂતો દ્વારા વચ્ચેના 15 દિવસ પાણી આપવા માટે સિંચાઈ વિભાગને રજુઆત કરી હતી. જો કે, સિંચાઈ વિભાગ દ્વારા પાણી આપવાનો સાફ ઇનકાર કરી લીધો હતો.

જયંતિ ભાનુશાળી હત્યા મામલો: હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકાર

માટે ખેડુત સમાજ દ્વારા સિચાઇ વિભાગને અલ્ટીમેટમ આપી રેલી કાઢવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા કોઇ પણ પ્રકારનો નિર્ણય નહિ લેવાતા આખરે આજે ખેડુત સમાજ દ્વારા રેલી કાઢવામા આવી હતી. જેમા ત્રણ હજારથી વધુ ખેડુતો પાણીની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

જહાગીરપુરાથી નીકળેલી રેલી સિચાઇ વિભાગની ઓફિસે પહોંચતાની સાથે જ ગેટ બંધ કરી દેવાયા હતા. જેથી ખેડુતો રોષમા આવી રસ્તા પર જ ઘરણા શરુ કરી દીધા હતા. જ્યા ખેડુતોનો રોષ જતા આખરે તેઓને સિચાઇ વિભાગની પ્રિમાઇસીસીમાં આવવા દેવામા આવ્યા હતા. તેમજ ખેડુત અગ્રણીઓ દ્વારા સિચાઇ વિભાગના અધિકારી સાથે મિટિંગ પણ કરી હતી.

PICS સુરતના યુવક-યુવતીએ વોટ્સએપ થીમ પર બનાવી લગ્નની કંકોત્રી, જેણે પણ જોઈ તે આશ્ચર્યચકિત 

મિટિંગ દરમિયાન સિચાઇ વિભાગના અધિકારી આખરે ઝુકયા હતા અને તેઓએ ડાંગરનો પાક ન ખેડવાનુ પરિપત્ર રદ્દ કરી દેવાયો હતો જ્યારે પાણીના રોટેશન અંગે બે દિવસમા મિટિંગનુ આયોજન હાથ ધરી નિર્ણય લેશે તેવુ જણાવવામા આવ્યુ હતુ. આશ્વાસન આપતાની સાથે જ ખેડુતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેઓએ પોતાના ધરણાં પરત ખેંચ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More