ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) નાનામવા રોડ રાજનગર ચોક નજીક આવેલા ગાયત્રી સ્કેવર બિલ્ડીંગના પાંચમાં માળે રમતા રમતા પટકતા ૩ વર્ષના બાળકનું મોત (Death) નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. સિવિલ હોસ્પિટલે સારવાર મળે તે પહેલાં જ નેપાળી પરિવાર (Nepali Family) નું એક ને એક પુત્રનું મોત થતા શોક વ્યાપી ગયો હતો.
મળતી વિગત મુજબ રાજનગર ચોક નજીક આવેલા ગાયત્રી સ્કેવર બિલ્ડીંગમાં ચોકીદારી કરતા અને ત્યાંજ રહેતા ખડગભાઇ સોમદના સવારે બીલ્ડીંગમાં નીચે હતા. પત્ની તેના ત્રણ વર્ષનો પુત્ર કુબેરને લઇને બિલ્ડીંગના પાંચમાં માળે રસોડામાં રસોઇ બનાવવા માટે ગયા હતા. ત્યારે પત્ની રસોઇ બનાવતી અને પુત્ર કુબેર ત્યાં રમતો હતો.
અનૈતિક સંબંધમાં પ્રેમિકાના પતિની કરી હત્યા, પ્રેમિકાને ફોન કરી કહ્યું, 'સાગરની હત્યા કરી નાખી'
દરમ્યાન કુબેર રમતા રમતા અચાનક પાંચમા માળેથી નીચે પટકાતા પત્ની જોઇ જતા દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને પુત્ર કુબેરને માથા તથા શરીરે ગંભીર ઇજા થયેલી હાલતમાં તાકીદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. નેપાળી પરિવાર (Nepali Family) ૧૦ દિવસ પૂર્વે જ આ બિલ્ડીંગમાં આવ્યા હતા આ બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના PSI બી.બી.રાણા તથા પ્રશાંતસિંહએ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે