Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં હાર્ટએટેક બન્યો જીવલેણ! એક દિવસમાં 3 વ્યક્તિઓના મોતથી પરિવારમાં ઘેરો શોક

Heart Attack: આજે રાજકોટમાં હાર્ટ એટેકના કારણે 24 કલાકમાં 3 વ્યક્તિના મોત થતા અરેરાટી મચી ગઈ છે. 26 વર્ષીય, 40 વર્ષીય અને 41 વર્ષીય વ્યક્તિના  મોત થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

રાજકોટમાં હાર્ટએટેક બન્યો જીવલેણ! એક દિવસમાં 3 વ્યક્તિઓના મોતથી પરિવારમાં ઘેરો શોક

Heart Attack: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. ખાસ કરીને કોરોના બાદ આ પ્રમાણ વધ્યું છે. યુવાનોના હાર્ટ એટેકથી મોત થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હાર્ટ એટેકના કારણે એક દિવસમાં 3 વ્યક્તિના મોત થયું છે. કિશન ધાબેલિયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમારનું મોત થતાં પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. 

ગુજરાતમા કઈ તારીખ સુધી પડશે વરસાદ? ઓક્ટોબરમાં ભયંકર વાવાઝોડું દેખાડશે ભયાનક દ્રશ્યો!

આજે રાજકોટમાં હાર્ટ એટેકના કારણે 24 કલાકમાં 3 વ્યક્તિના મોત થતા અરેરાટી મચી ગઈ છે. 26 વર્ષીય, 40 વર્ષીય અને 41 વર્ષીય વ્યક્તિના  મોત થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. જાણવા મળી રહ્યું છે કે રાજકોટના ત્રણેય યુવાનોને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. 

હે ભગવાન ગુજરાતમાં શું થવા બેઠું છે? સરકારી હોસ્પિટલમાં સફાઈકર્મીઓ પાસે કરાવાય છે PM

કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના વ્યક્તિઓના મોત નિપજ્યા છે. રાજકોટમાં ત્રણ પરિવારે પોતાના સ્વજન ગુમાવતા શોકનો માહોલ છવાયો છે. બનાવ સંદર્ભે સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. આમ અચાનક હાર્ટ એટેકના કારણે લોકો મોતને ભેટતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

નેગેટીવિટી દૂર કરવા આ ગણેશ પંડાલમાં કરાઈ છે ખાસ વ્યવસ્થા, તસવીરો જોઈ પ્રફૂલ્લિત થશે

એકદમ જ નથી આવતો Heart Attack, દેખાવા લાગે છે આ લક્ષણો
હૃદયરોગનો હુમલો વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ બની ગયું છે. આપણા દેશમાં તેલયુક્ત ખોરાક ખાવાનું ચલણ ઘણું વધી ગયું છે, જે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થવાનું મુખ્ય કારણ બને છે, જ્યારે ધમનીઓમાં બ્લોકેજ થાય છે હાર્ટ એટેક અને ટ્રિપલ વેસલ ડિસીઝનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં તેનાથી કેવી રીતે બચવું.

પાણીદાર ગુજરાત! રાજ્યમાં નહીં રહે પાણીની કમી; આકાશથી વરસેલા અમૃતથી છલકાયા જળાશયો

હાર્ટ એટેક અચાનક આવતો નથી, પરંતુ આ પહેલા આપણું હૃદય ઘણી સમસ્યાઓમાંથી પસાર થાય છે, જ્યારે સમસ્યા હાથમાંથી નીકળી જાય છે ત્યારે તે એક મોટો આંચકો મળે છે. હાર્ટ એટેક આવતા પહેલા આપણું શરીર ઘણા સંકેતો આપે છે, જેને ઈગ્નોર ન કરવુ જોઈએ. હાલમાં જ મહિલાઓ પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે મુજબ આપણું શરીર હાર્ટ એટેકના 4 અઠવાડિયા પહેલા ખતરાના સંકેતો આપે છે.

સુરતના બોલતા ગણેશ, આ સાયબર બાપ્પા શીખવાડે છે છેતરપીંડીથી બચવાના રસ્તા

રીસર્ચ શું કહે છે?
હાર્ટ એટેકના લગભગ 1 મહિના પહેલા તેની Warning Sign  દેખાવાનું શરૂ થાય છે. આ અભ્યાસ 500 થી વધુ મહિલાઓ પર કરવામાં આવ્યો હતો અને તેઓ હાર્ટ એટેકથી બચી હતી. લગભગ 95 ટકા મહિલાઓએ કહ્યું કે તેમના શરીરમાં કેટલાક લક્ષણો એક મહિના પહેલા જ દેખાવા લાગ્યા હતા. 71 ટકા લોકોએ થાક અનુભવ્યો હતો, જ્યારે 48 ટકા લોકોને ઊંઘ સંબંધિત સમસ્યા હતી. આ સિવાય છાતીમાં દબાણ, છાતીમાં દુખાવો જેવી સમસ્યાઓ હતી.

Canada PR નથી મળી રહ્યાં! તમારી પાસે આ લાયકાત હશે તો સૌથી પહેલો ચાન્સ મળશે

હાર્ટ એટેકની Warning Sign
જો તમને તમારા શરીરમાં નીચે લખેલી કોઈપણ સમસ્યા છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને જરૂરી ટેસ્ટ કરાવો, કારણ કે તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.

Hair Care: વાળમાં આ રીતે લગાડશો મહેંદી તો વાળની સમસ્યા થશે દુર અને ઝડપથી વધશે લંબાઈ

1. હૃદયના ધબકારા વધી જવા
2. ભૂખ ન લાગવી
3. હાથ અને પગમાં કળતર
4. રાત્રે શ્વાસ લેવામાં તકલીફ
5. હાથમાં નબળાઈ અથવા ભારેપણું
6. થાક
7. ઊંઘનો અભાવ
8. ખાટા ડકારો
9. ડીપ્રેશન
10. આંખોની નબળાઈ

(Disclaimer:અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More