Home> Gujarat
Advertisement
Prev
Next

તસવીરો જોઇને કંપી જશો! મોરબીના દલવાડી સર્કલ નજીક રહેણાંક મકાનમાં બ્લાસ્ટ: 3 સભ્યો દાઝી ગયા

મોરબીના દલવાડી સર્કલ નજીક રહેણાંક મકાનમાં આજે કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો. જે ઘટનામાં પરિવારના ત્રણ સભ્યો દાઝી જતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

તસવીરો જોઇને કંપી જશો! મોરબીના દલવાડી સર્કલ નજીક રહેણાંક મકાનમાં બ્લાસ્ટ: 3 સભ્યો દાઝી ગયા

હિમાંશું ભટ્ટ/મોરબી: દલવાડી સર્કલ નજીક આવેલ ઉમા રેસિડેન્સીમાં આજે સવારે એક મકાનમાં કોઇ કારણોસર બ્લાસ્ટ થયો હતો જેમા ઘરના ત્રણ સભ્યોને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ તેમજ એફએસએલની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી છે. 

fallbacks

વડોદરા બોટ દુર્ઘટનામાં મોટો ખુલાસો; હરણી લેકઝોનમાં માત્ર પેડલ બોટની અપાઇ હતી મંજૂરી

મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ ઉમા રેસિડેન્સી-2 નામની સોસાયટીમાં રહેતા વકીલ કાનાભાઈ મગનભાઈ ગરચરના મકાનમાં સવારે સાડા નવ કલાકના અરસામાં બ્લાસ્ટ થતા આજુબાજુના અનેક મકાનોમાં નુકસાન થયેલ છે અને આ બનાવમાં કાનજીભાઈ મગનભાઈ ગરચર (30) તેના ભાભી વૈશાલીબેન દેવયતભાઈ ગરચર (28) અને કાનજીભાઇની અઢી વર્ષની દીકરી ક્રિશા ગરચરને ઇજા થઈ હોવાથી રાજકોટ સારવારમાં ખસેડાયેલ છે.

fallbacks

નઘરોળ તંત્ર જોવું હોય તો આવો આણંદ! લાખોના ખર્ચે બનેલુ બિલ્ડીંગ બન્યું શોભાનો ગાંઠિયો

બીજી તરફ બનાવ અંગે આજુબાજુમાં રહેતા સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ભેદી ધડાકો થતા જ લોકો ઘર બહાર દોડી આવ્યા હતા અને આજુબાજુના અનેક મકાનમાં બારી બારણા અને છતના ભાગે નુકશાન થયું હતું. સાથે જ કાનાભાઈના ઘરનો ઝુલો પણ દૂર ફંગોળાઈ ગયો હોવાનું જણાવ્યું હતું.

fallbacks

Navsari News: આ રોડ બનાવ્યો છે કે મજાક? સાહેબ આ રોડનું કામ 10 વર્ષથી અધૂરું કેમ?

વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે જે ઘરમાં બ્લાસ્ટ થવાની ઘટના બની છે ત્યાં વકીલ કાનજીભાઈ ગળતર તેના ભાઈ દેવાયતભાઈ ગરચર તે બંનેના પત્ની અને બંનેના એક એક સંતાન અને કુલ મળીને છ વ્યક્તિઓ રહેતા હતા અને તે છ એ છ વ્યક્તિ ઘરની અંદર હાજર હતા દરમિયાન ત્રણ વ્યક્તિઓને દાજી જવાના કારણે ઈજાઓ થઈ હતી જેથી કરીને તે તમામને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાતમાં વિચિત્ર ઋતુનો લોકોને થશે અનુભવ! જાણો અંબાલાલની 'ગાભા' કાઢી તેવી આગાહી

fallbacks

આ બનાવ અંગે મોરબી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આસપાસના લોકો અને પરિવારજનો પાસેથી જે માહિતી મળી છે તે મુજબ ગઈકાલે રાત્રે ઘરની અંદર ગેસનો બાટલો બદલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ સવારે આ ઘટના બની છે અને રાત્રે જે બાટલો બદલાવ્યો હતો. તે ગેસના બાટલાની અંદર ગેસનું વજન ઓછું બતાવી રહ્યું છે. જેથી કરીને ગેસ લીકેજ થયો હોય આખી રાત દરમિયાન અને આ ઘટના બની હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે ચોક્કસ કારણ જાણવા માટે થઈને એફએસએલની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી છે તેવી માહિતી જાણવા મળેલ છે.

ભારતમાં કોણ છે સૌથી વધુ જમીનના માલિક, ટાટા-અંબાણી નહીં, પણ છે આ 3 લોકો!

fallbacks

આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઘટના સ્થળનું ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ત્યારે એક પ્રાથમિક તરણ અને અનુમાન મુજબ ઘરમાં ગઈકાલે ગેસ સિલિન્ડર બદલવામાં આવ્યું હતું અને ગેસ લીકેજ થયો હોય જેથી આ બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન જણાઈ રહ્યું છે. જો કે હાલમાં સમગ્ર મામલો રહસ્યમય હોય પોલીસ એફએસએલ તપાસ બાદ જ વાસ્તવીક હકીકત સામે આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More