Home> Gujarat
Advertisement
Prev
Next

ગાંધીનગરમાં 3 BHK આલિશાન મકાન માત્ર 40 રૂપિયામાં ભાડે મળે છે, શરત માત્ર એટલી કે...

અમદાવાદ-ગાંધીનગરમાં મકાન બનાવવું એક સપનું છે, આ શહેરોમાં રોટલો મળે પણ ઓટલો ન મળે તેવી સ્થિતિમાં 3 બીએચકેનું આલીશાન મકાન માત્ર 40 રૂપિયામાં કઇ રીતે મળે તે માટે વાંચો...

ગાંધીનગરમાં 3 BHK આલિશાન મકાન માત્ર 40 રૂપિયામાં ભાડે મળે છે, શરત માત્ર એટલી કે...

અમદાવાદ : ભાજપ સરકારના મંત્રીઓને નિવાસસ્થાન ફાળવી દેવાયા છે અને આલિશાન બંગ્લો ફાળવી દેવાયા છતા પણ આ મંત્રીઓ દ્વારા હજુ સુધી MLA ક્વાર્ટર્સ ખાલી કરી નથી રહ્યા. ખુદ મંત્રીઓ પોતે જ નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. બંગલો ફાળવી દેવાયા છતા વિધાનસભાના સ્પિકર, ડેપ્યુટી સ્પિકર ઉંપરાત કેટલાક મંત્રીઓ હજી પણ ધારાસભ્યોને ફાળવાયેલા ક્વાર્ટરમાં જ વસવાટ કરે છે. માર્ગ અને મકાન વિભાગે મંત્રીઓને ક્વાર્ટસ ખાલી કરવા સુચના આપી હોવા છતા તેનો હજી સુધી અમલ થયો નથી. 

ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને નિયમાનુસાર ક્વાર્ટર્સ ઉપરાંત અન્ય પણ ઘણા લાભ પુરા પાડવામાં આવે છે. ધારાસભ્યોને દરરોજનાં 1.37 રૂપિયાના ભાવે ક્વાર્ટર્સ ફાળવવામાં આવે છે. ત્રણ બેડરૂમ, ડાઇનિંગરૂમ સહિતની સુવિધા સાથેનું ક્વાર્ટર આપવામાં આવે છે. આ આલિશાન મકાનનું મહિને માત્ર 40 રૂપિયા ભાડું હોય છે. છેલ્લા 50 વર્ષથી આ ભાડામાં કોઇ જ વધારો કરવામાં નથી આવ્યો. નજીવા ભાડામાં ધારાસભ્યો પ્રજાના ટેક્સના રૂપિયે જલસો કરે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રૂપાણી સરકારના વિલય બાદ ભુપેન્દ્ર પટેલની નવી સરકારમાં મોટા ભાગના મંત્રીઓ નવા જ છે જેના કારણે તેમને મંત્રીઓને ફાળવવામાં આવતા આવાસ ફાળવાઇ ચુક્યાં છે. તેમ છતા પણ આ ધારાસભ્યમાંથી મંત્રી બનેલા નેતાઓ પોતાનાં જુના ધારાસભ્ય આવાસ ખાલી કરવા માટે તૈયાર નથી. મંત્રીના બંગલાનો ઉપયોગ ઉપરાંત ધારાસભ્ય ક્વાર્ટરનો પણ ઉપયોગ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More