Home> Gujarat
Advertisement
Prev
Next

મોરબીના જાંબુડિયા ગામે મજૂર યુવાનની હત્યા કેસમાં 3 આરોપીની કારઈ ધરપકડ

મોરબી નજીકના જાંબુડિયા ગામ પાસે આવેલા વીજ કંપનીના સબ સ્ટેશનની પાછળ થોડા દિવસો પહેલા મજૂર યુવાનની હત્યા કરવામાં આવી હતી. કોઈપણ કારણ વગર યુવાનની હત્યા કરવામાં આવી હોવાથી પોલીસ પણ આરોપીને પકડવા માટે દોડધામ કરી રહી હતી

મોરબીના જાંબુડિયા ગામે મજૂર યુવાનની હત્યા કેસમાં 3 આરોપીની કારઈ ધરપકડ

હિમાશું ભટ્ટ/ મોરબી: મોરબી નજીકના જાંબુડિયા ગામ પાસે આવેલા વીજ કંપનીના સબ સ્ટેશનની પાછળ થોડા દિવસો પહેલા મજૂર યુવાનની હત્યા કરવામાં આવી હતી. કોઈપણ કારણ વગર યુવાનની હત્યા કરવામાં આવી હોવાથી પોલીસ પણ આરોપીને પકડવા માટે દોડધામ કરી રહી હતી. તે દરમિયાન આ બનાવમાં જે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ત્રણેય આરોપીને મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- અમદાવાદ: ધોળકામાંથી મળેલા બિનવારસી મૃતદેહનો ભેદ ઉકેલાયો, 4 શખ્સોની ધરપકડ

મોરબી તાલુકાનાં જાંબુડિયા ગામ પાસે આવેલા વીજ કંપનીના સબ સ્ટેશનની પાછળ લેટિના સિરામિક કારખાના પાસેથી પસાર થતા યુવાન પાસે અજાણ્યા ત્રણ શખ્સો બાઇક લઇને આવ્યા હતા અને તેને છરી બતાવી હતી. જેથી કરીને મજુર જવાન ત્યાંથી નાસી ગયો હતો. જોકે ત્યારે ત્યાં અન્ય એક યુવાન આવતા અગાઉ ભાગી છૂટેલા યુવાનને બચાવવા માટે આવી રહ્યો છે તેવું સમજીને વરસીંગભાઇ ફતીયાભાઇ વહનીયા આદીવાસી (43) નામના યુવાનને છાતીના ભાગે છરીનો એક ઘા ઝીંકી દેવાયો હતો. જેથી કરીને આદિવાસી યુવાનનું મોત થયું છે.

આ પણ વાંચો:- અમદાવાદ: ગેંગરેપ કેસમાં 2 આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરન્ટ આધારે કરી ધરપકડ

આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતક યુવાનની પત્નીએ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં રમેશ ઉર્ફે રમલો ટપુ વાઘેલા દેવિપુજક વેડવા (45) મુળ રહે. ધારાઇ ઢોકળવા ચોટીલા જી. સુરેન્દ્રનગર, હરસુખ કાળાભાઈ બહાદુરભાઈ વાઘેલા દેવિપુજક વેડવા (20) હાલ રહે. વાંકાનેર હાઇવે થાન ચોકડી તા. વાંકાનેર મૂળ રહે. ગઢડા હરીપરના ખારામાં ગઢડા જી. બોટાદ અને અક્ષય વાઘેલા નામના શખ્સનો સમાવેશ થાય છે. જાંબુડિયા પાસે લેટીના સિરામિકમાં મજૂરીકામ કરતા અને ત્યાં મજૂરની ઓરડીમાં રહેતા લીલાબેન ઉર્ફ્ લલીતાબેન વરસીંગભાઈ વહનીયા જાતે આદિવાસી (ઉ.42)એ તેમના પતિની હત્યા કરવામાં આવી હોવાની ફરીયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો:- સુરતમાં સળગેલી હાલતમાં મળી આવી ધોબીની લાશ, મોતનું કારણ અકબંધ

જેમાં તેમણે લખ્યું હતું કે લેટીના સીરામીક પાસેથી સુનિલભાઈ ભજીયાભાઇ નામનો મજુર યુવાન પોતાનુ કામ પૂરું કરીને પોતાની રૂમ તરફ જઈ રહ્યો હતો. ત્યારે બાઇક ઉપર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો પૈકીના એક ઇસમે સુનિલભાઈનો કાંઠલો પકડીને છરી બતાવી હતી. જો કે, સુનિલભાઈ ભાગી છૂટયો હતો. ત્યારબાદ લીલાબેનના પતિ વરસીંગભાઇ ફતીયાભાઇ વહનીયા આદીવાસી ત્યાંથી નીકળ્યા હતા તેને રોકીને ત્રણ શખ્સો પૈકીના એક શખ્સે છરીનો એક જીવલેણ ઘા વરસીંગભાઇને છાતીના ભાગે મારી દિધો હતો જેથી વરસૂંગભીઇનું મોત નિપજ્યુ હતું.

આ પણ વાંચો:- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 1125 દર્દીઓ નોંધાયા, 6 દર્દીના મોત

મોરબી નજીકના ઓધ્યોગિક વિસ્તારમાં અવાર નવાર લૂંટ કરવાના ઇરાદે એકલા નિકલા લોકોને રોકીને તેની ઉપર હુમલો કરવામાં આવે છે અને લૂંટ કરવામાં આવતી હોય છે. જો કે, હત્યાના આ બનાવમાં આરોપીઓ મૃતક યુવાન પાસેથી કોઈ વસ્તુ લૂંટી ગયા નથી જેથી કરીને કોઈપણ કારણ વગર જ મજૂર યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું હાલમાં પોલીસ જણાવી રહી છે. આગામી દિવસોમાં તપાસ દરમ્યાન બીજા કોઈ ગુનાનો આ આરોપીઓ પાસેથી ભેદ ઉકેવામાં પોલીસ સફળ થશે કે કેમ તે તો સમય જ બતાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More