Home> Gujarat
Advertisement
Prev
Next

Republic Day : સોમનાથમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો CM ભુપેન્દ્ર પટેલ, કોરોનાને કારણે સાંસ્કૃતિક કાર્યક્રમ નહિ થાય

આજે દેશભરમાં આન બાન શાન સાથે પ્રજાસત્તાક પર્વ (Republic Day 2022) ની ઉજવણી થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી ધ્વજવંદન કરશે. વિવિધ રાજ્યોની ઝાંખીઓ દર્શાવતા ટેબ્લો  આકર્ષણનું કેન્દ્ર બનશે. તો બીજી તરફ, રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ (26 january) ની ગીર સોમનાથમાં ઉજવણી કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કર્યુ હતું. પરંતુ કોરોનાના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. માત્ર 42 મિનિટમાં કાર્યક્રમ પૂરો કરવામા આવ્યો હતો.

Republic Day : સોમનાથમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો CM ભુપેન્દ્ર પટેલ, કોરોનાને કારણે સાંસ્કૃતિક કાર્યક્રમ નહિ થાય

ઝી મીડિયા/બ્યૂરો :આજે દેશભરમાં આન બાન શાન સાથે પ્રજાસત્તાક પર્વ (Republic Day 2022) ની ઉજવણી થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી ધ્વજવંદન કરશે. વિવિધ રાજ્યોની ઝાંખીઓ દર્શાવતા ટેબ્લો  આકર્ષણનું કેન્દ્ર બનશે. તો બીજી તરફ, રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ (26 january) ની ગીર સોમનાથમાં ઉજવણી કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કર્યુ હતું. પરંતુ કોરોનાના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. માત્ર 42 મિનિટમાં કાર્યક્રમ પૂરો કરવામા આવ્યો હતો.

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સોમનાથ (Somnath) માં થશે. કોરોનાને કારણે આ કાર્યક્રમ ટૂંકાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન સહિત 42 મિનિટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોરોનાના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરાયા હતા. માત્ર સુરક્ષા દળની 18 પ્લાટુન્સ પરેડ કરી હતી. કોરોનાની ગાઈડલાઈન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે. પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર 2022ના વિજેતા અન્વી ઝાંઝરૂકિયા અને કરૂણા અભિયાન અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા અને વ્યક્તિનું સન્માન પણ કરાયું હતુ. 

આ પણ વાંચો : સપ્તપદીના ફેરા ફરતા પહેલા કન્યા ઢળી પડી, જ્યાં ડોલી ઉઠવાની હતી ત્યાં અર્થી ઉઠી

દેશભરમાં થશે 73માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ રહી છે. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વજવંદન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહેશે. આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ 10.30 કલાકે શરૂ થશે. કોરોનાના કારણે પહેલીવાર પરેડ મોડી નીકળશે. જેમા ગુજરાત સહિત વિવિધ રાજ્યોની ઝાંખીનું પ્રદર્શન લાલ કિલ્લા સુધી જશે. દેશની આધ્યાત્મિક અને પર્યટન શક્તિ પ્રદર્શિત કરાશે. 

ગીર સોમનાથ જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવની સંધ્યા આરતીનો લાભ લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More