Home> Gujarat
Advertisement
Prev
Next

Corona News: ગુજરાતમાં હરતો-ફરતો કોરોના! આજે પોઝિટિવ કેસમાં ઘટાડો, પણ અમદાવાદીઓ ચેતજો!

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો, આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 231 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 349 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2214 એક્ટિવ કેસ છે.

Corona News: ગુજરાતમાં હરતો-ફરતો કોરોના! આજે પોઝિટિવ કેસમાં ઘટાડો, પણ અમદાવાદીઓ ચેતજો!

ઝી ન્યૂઝ/અમદાવાદઃ છેલ્લા 2 દિવસથી કોરોના વાયરસના કેસ ઘટી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં હવે ફરી એકવાર કોરોના વાયરસના નવા કેસમાંથી હાશકારો મળી રહ્યો છે, પરંતુ એટલી ખુશીની વાત પણ નથી. આજે ગુજરાતમાં 231 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 66 કેસ નોંધાયા છે. જ્યારે 349 દર્દીઓને રજા આપવામાં આવી છે. આજે પણ ગુજરાતમાં એકપણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. બીજી બાજુ રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે.

ગુજરાતમાં આગામી 4 દિવસ ખુબ જ ભારે! માર્ચ કરતા પણ ખતરનાક જશે એપ્રિલ-મે મહિનો!

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો, આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 231 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 349 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2214 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત 11 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 2204 દર્દીની તબિયત સ્થિર છે. બીજી બાજુ કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11055 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

પ્રધાનમંત્રી મોદી ફરી આવશે ગુજરાત, આ પ્રદેશમાં વિકાસના અનેક કામોનું કરાશે લોકાર્પણ

રાજ્યમાં આજે નોંધાયેલા કેસની વાત કરીએ તો.. અમદાવાદ કોર્પોરેશન - 66, વડોદરા કોર્પોરેશન - 27, સુરત કોર્પોરેશન - 22, રાજકોટ કોર્પોરેશન - 19, સાબરકાંઠા - 14, ભરૂચ - 13, મોરબી - 11, ગાંધીનગર કોર્પોરેશન - 7, વલસાડ - 6, અમરેલી - 5, આણંદ - 5, ગાંધીનગર - 5, સુરત - 5, કચ્છ - 4, રાજકોટ - 4, સુરેન્દ્રનગર - 4, બનાસકાંઠા - 3, પંચમહાલ - 3, અમદાવાદ - 2, પોરબંદર - 2, વડોદરા - 2, મહેસાણા - 1, નવસારી - 1 કેસ નોંધાયો છે.

Relationship: શું તમારા પાર્ટનરને પણ છે આ આદતો? ભૂલથી પણ ન કરતા લગ્ન, પાછળથી પસ્તાશો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More