Home> Gujarat
Advertisement
Prev
Next

મોટા ખાનદાનની 13 યુવતીઓએ સંસ્કારીનગરીને શરમમાં મુકી, બંગલામાં કરતા હતા આવું કામ

વડોદરામાં અખંડ ફાર્મ હાઉસ બાદ ફરી એકવાર હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પોલીસે ઝડપી પાડી છે. હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલમાં વડોદરાના 23 નબીરાઓ સામેલ હતા જેમની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મોટા ખાનદાનની 13 યુવતીઓએ સંસ્કારીનગરીને શરમમાં મુકી, બંગલામાં કરતા હતા આવું કામ

રવિ અગ્રવાલ: આજના મોર્ડન જમાનામાં સ્ત્રી-પુરૂષનો ભેદ ભૂંસાય ગયો છે. નારી સશક્ત અને પુરૂષ સમોવડી બની ગઇ છે. કિચનથી માંડીને કોર્પોરેટ દરેક જગ્યાએ મહીલાઓને પુરૂષ સમકક્ષ ગણવામાં આવે છે. ત્યારે આજની કેટલીક મોટા ખાનદાનની મોર્ડન યુવતિઓ માતા-પિતાની આઝાદીનો દુરઉપયોગ કરી મર્યાદાને ભૂલી જાય છે. ગ્લેમરસના જમાનામાં દેખાદેખી અને સેલિબ્રેશન નામે મહેફિલો માણે છે. ત્યારે ગઇકાલે રાત્રે સંસ્કારીનગરીમાંથી આવી જ કેટલીક મોટા ખાનદાનની યુવતિઓ મહેફિલ માણતી ઝડપાઇ હતી. 

વડોદરામાં અખંડ ફાર્મ હાઉસ બાદ ફરી એકવાર હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પોલીસે ઝડપી પાડી છે. હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલમાં વડોદરાના 23 નબીરાઓ સામેલ હતા જેમની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વડોદરાના લક્ષ્મીપુરા પોલીસને બાતમી મળી હતી કે ન્યુ અલકાપુરીમાં આવેલા ગ્રીન વુડ્સ બંગલોઝમાં જન્મદિવસની પાર્ટીમાં કેટલાક યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી પોલીસે મોડી રાત્રે ગ્રીન વુડ્સ બંગલોઝના મકાન નંબર 5માં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને બંગલોઝમાંથી 23 યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ મળી આવ્યા હતા. પોલીસે તમામ યુવક-યુવતીઓને અટકાયતમાં લીધા હતા. ગ્રીન વુડસ બંગલોઝમા રહેતા રાજ પંજાબીના જન્મદિવસની પાર્ટી નિમિત્તે નબીરાઓએ દારૂની મહેફિલ યોજી હતી.

Vadodara: મહિલા દિન પહેલાં યુવતિઓએ માણી મહેફિલ, હાઇ પ્રોફાઇલ Liquor Party માણતાં 10 નબીરા ઝડપાયા

પાર્ટીમાંથી પોલીસે રાજ પંજાબી ઉપરાંત શાલીન શર્મા, માલવેગ પ્રજાપતિ, વત્સલા શાહ, રોહિન પટેલ, ધ્રુવિલ પરમાર, આદિત્યસિંહ પરમાર, વ્રજકુમાર શેઠ, મારૂફ કાદરી અને વરૂણ અમીનને ઝડપી પાડયા હતા.  પોલીસે તમામ 10 નબીરાઓ સામે ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરી અને કલાકોમાં જ જામીન પર મુક્ત પણ કર્યા હતા. 

દારૂની મહેફિલ પાર્ટીમાં યુવકો સાથે યુવતીઓ પણ હતી. પોલીસે મહેફિલ સ્થળ પરથી 13 યુવતીઓને પણ પકડી પાડી હતી. પોલીસે 13 યુવતીઓ સામે હાલમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે અને તમામના બ્લડ સેમ્પલ લીધા છે. બ્લડ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ અલગથી યુવતીઓ સામે ગુનો દાખલ કરશે. પોલીસે મહેફિલ સ્થળ પરથી 4 લક્ઝરીસ કાર, 1 દારૂની બોટલ, 3 દારૂની ખાલી બોટલ સહિત 27 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

મહત્વની વાત છે કે અખંડ ફાર્મ હાઉસમાં જે લોકો પકડાયા હતા તેમાંથી જ કેટલાક લોકોના નબીરાઓ આ દારૂની મહેફિલમાં પકડાયા છે. મહિલા દિવસના એક દિવસ પહેલા જ યુવતીઓ મહેફિલમાંથી પકડાતા આ યુવતીઓએ તમામ લોકોને શર્મસાર કરી છે.

દારૂની મહેફિલમાં હાજર યુવતીઓ:

1. કેયા આસિત શાહ (ઉ.વ 22) 
2. સાનિયા સમીર ખેરા (ઉ.વ 28) 
3. લાવણ્યા સમીર તલાટી (ઉ.વ 21) 
4. આશના હર્ષિત શાહ (ઉ.વ 23) 
5. સોમ્યા સંજીવ ભારમ્ભે (ઉ.વ 23) 
6. રેહાના રાજેશ આહુજા (ઉ.વ 28) 
7. પ્રીત પ્રણવ ચોકસી (ઉ.વ 22) 
8. નિહારિકા ડેરેક શાહ (ઉ.વ 23) 
9. ઋતિકા નિલેશ ગુપ્તા (ઉ.વ 23) 
10. આયુષી અમિત શાહ (ઉ.વ 24) 
11. શોભા મયંક દવે (ઉ.વ 25) 
12. આકાંક્ષા વરૂણ રાવ (ઉ.વ 23) 
13. ત્રિશા યોમેશ પટેલ (ઉ.વ 24) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More