Home> Gujarat
Advertisement
Prev
Next

ધૈર્યરાજને બચાવવા ચારેતરફથી દાનની સરવાણી ફૂટી, મદદને જોઈને આંખમાંથી ઝળહળિયા આવી જશે

લુણાવાડાના ધૈર્યરાજને નવુ જીવન માટે 22 કરોડના ઈન્જેક્શન (22 crore injection) ની જરૂર છે. લાચાર માતાપિતા આ ખર્ચ ઉપાડી શક્તા નથી. ત્યારે તેમણે લોકો પાસેથી રૂપિયાની મદદ માંગી છે. ગત એક સપ્તાહમાં ગુજરાતભરમાંથી લોકો ધૈર્યરાજ (dhairyaraj) ની મદદ માટે આગળ આવી રહ્યાં છે. અનેક લોકો ધૈર્યરાજની સારવાર માટે દાન કરી રહ્યાં છે. ધૈર્યરાજસિંહની મદદ માટે ગુજરાતભરમાં મુહિમ ચાલી રહી છે. 

ધૈર્યરાજને બચાવવા ચારેતરફથી દાનની સરવાણી ફૂટી, મદદને જોઈને આંખમાંથી ઝળહળિયા આવી જશે

ઝી મીડિયા/બ્યૂરો :લુણાવાડાના ધૈર્યરાજને નવુ જીવન માટે 22 કરોડના ઈન્જેક્શન (22 crore injection) ની જરૂર છે. લાચાર માતાપિતા આ ખર્ચ ઉપાડી શક્તા નથી. ત્યારે તેમણે લોકો પાસેથી રૂપિયાની મદદ માંગી છે. ગત એક સપ્તાહમાં ગુજરાતભરમાંથી લોકો ધૈર્યરાજ (dhairyaraj) ની મદદ માટે આગળ આવી રહ્યાં છે. અનેક લોકો ધૈર્યરાજની સારવાર માટે દાન કરી રહ્યાં છે. ધૈર્યરાજસિંહની મદદ માટે ગુજરાતભરમાં મુહિમ ચાલી રહી છે. 

વેરાવળનો સલૂનનો દુકાનદાન બે દિવસની કમાણી આપશે 
ગીર સોમનાથમાં વેરાવળના વાળંદ યુવકે ધૈર્યરાજની મદદ માટે અનોખી પહેલ કરી છે. ગંભીર બીમારીથી પીડાતા ધૈર્યરાજ સિંહની સારવાર ખર્ચમાં વેરાવળનો યુવક સહભાગી બન્યો છે. વેરાવળના જેશુખ રાઠોડ દ્વારા બે દિવસની કમાણીનું અનુદાન કરશે. જેશુખ રાઠોડ વેરાવળ એસટી રોડ પર સલૂનની દુકાન ધરાવે છે. ત્યારે તે પોતાનું બે દિવસનું મહેનતાણુ દાન આપશે. 

આ પણ વાંચો : ધૈર્યરાજની જેમ અમદાવાદની નાનકડી અયનાને પણ જરૂર છે 22 કરોડના ઈન્જેક્શનની

પુત્રના બેસણાના નાણાં પરિવારે ધૈર્યરાજની સારવાર માટે આપ્યા 
થલતેજમાં વસતા પટેલ પરિવારનો પુત્ર અમદાવાદના હિમાલયા મોલ સામે દિવાળીની રાત્રે ઘરે પરત ફરતા  નિશીતના એક્ટીવાને કાર ચાલકે ટક્કર મારતા ઇજા પહોંચી હતી. તાજેતરમાં 11 માર્ચેના રોજ તેનું અવસાન થયું હતું. ત્યારે આ પરિવારે ધૈર્યરાજને બચાવવા માટે અનોખી પહેલ કરી છે. જેમાં પુત્રના બેસણામાં અને પુત્રના અવસાન બાદ પરિવારજનો મદદમાં મળેલા નાણાંને અને અંગત મૂડીનો ઉમેરો કરીને વધારે દાનની રકમ દાનનું કરવાનો નિર્ણય કર્યો છે. 

સુરતમાં કિન્નર સમાજે પણ દાન કર્યું
ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા માટે સુરતનો કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે. કિન્નર સમાજે પોતના સભ્યો પાસેથી રૂપિયાની ઉઘરાણી શરૂ કરી દીધી છે. આ તમામ સભ્યો દ્વારા 65 હજાર જેટલી માતબર રકમ પણ ભેગી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ બાળક ધૈર્યરાજ માટે ગુજરાતના ખૂણેખૂણેથી મદદ આવી

fallbacks

ગઢડા તાલુકાનું ઢસા ગામ ધૈર્યરાજસિંહના વહારે આવ્યું છે. ઢસાના સામાજિક કાર્યકર્તાઓ રાજકોટ-ભાવનગર હાઇવે પર ઉભા રહીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી ઉઘરાવી રહ્યાં છે. ગંભીર બીમારીથી પીડાતા માસુમ બાળક ધૈર્યરાજ માટે દેશભરમાં ઝુંબેશ શરૂ કરાઈ છે. ઢસાના લોકો રાજકોટ ભાવનગર હાઇવે પર આવતાજતા લોકોને મદદ માટે અપીલ કરી રહ્યા છે. 

આણંદના સાંસદ બન્યા માનવતાનું ઉદાહારણ
ગંભીર બીમારીથી પીડાતા ધૈર્યરાજસિંહની સારવાર માટે આણંદના સાંસદ મિતેશ પટેલે પહેલ કરી છે. તેમણે ધૈર્યરાજ માટે 11 હજાર રૂપિયાની મદદ કરી છે. સાથે જ જનતાને પણ 11 હજાર રૂપિયાની આર્થિક સહાય કરવા લોકોને વિનંતી કરી છે. 

આ પણ વાંચો : ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપો, પણ અમારા બાળકને જીવાડવા થોડી મદદ કરો... લાચાર માતાપિતાની અપીલ

અરવલ્લીના પ્રકાશ ખત્રીએ 1,11,111 રૂપિયા આપ્યા 
અરવલ્લીમાંથી પણ ધૈર્યરાજને મદદ કરવા લોકો આગળ આવ્યા છે. ધૈર્યરાજસિંહ માટે અરવલ્લીના ધાર્મિક સંસ્થાનો આગળ આવ્યા છે. યાત્રાધામ શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૧૧ હજારનો ચેક અપાયો છે. તો શ્રી રાજપૂત કરણી સેના આગેવાનોને ચેક ધૈર્યરાજ માટે આપ્યો છે. ધૈર્યરાજસિંહને બચાવવા મહાઅભિયાન શરૂ કરાયું છે.  તો સાથે જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય પ્રકાશ ખત્રીએ દાન કર્યું છે. ધૈર્યરાજસિંહના પરિવારને 1,11,111 રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. પ્રકાશ ખત્રીએ સૌ લોકોને ધૈર્યરાજને મદદ કરવા અપીલ કરી છે. 

fallbacks

ઈન્જેક્શન વગર નહિ જીવી શકે આ બાળક 
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ (Dhairyaraj ) ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજ સિંહ રાઠોડ નામના ત્રણ મહિનાના બાળકને SMA -1 નામની બીમારી છે. એસ.એમ. એ -1 આ બીમારી એક પ્રકારની સ્નાયુની છે. જેથી બાળક ઉભુ થઈ શક્તુ નથી. તે બીમારી માટે નું ઇન્જેક્શન ભારતમાં અવેલેબલ નથી. ત્યારે વિદેશમાંથી ઇન્જેક્શન મંગાવવું પડે તેમ છે. જે માટે રાઠોડ પરિવારને 22 કરોડ રૂપિયા જેટલી રકમની જરૂર છે. ધૈર્યરાજના માતા-પિતા સામાન્ય પરિવારમાંથી આવી છે. જેથી પુત્રની આટલી મોંઘી સારવાર તેમનાથી શક્ય નથી. જેથી સરકાર ધૈર્યરાજની સારવાર માટે મદદ કરે તેવી અપીલ માતા-પિતા દ્વારા કરવામાં આવી છે. તો બીજી તરફ, આ સમાચાર ચર્ચામાં આવતા ધૈર્યરાજ માટે લોકો દિલ ખોલીને દાન આપી રહ્યા છે.

આ પણ વાંચો : રાત્રે 10 વાગ્યા પછી બંધના નિર્ણય પર અમદાવાદીઓ ગિન્નાયા, કહ્યું-સરકારનું આ તે કેવુ બેવડુ વલણ

ઈન્જેક્શન જ બાળકના જીવવાનો એકમાત્ર ઈલાજ છે 
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસર ગામના એક મધ્યમવર્ગી કુટુંબમાં એક બાળકનો જન્મ થતા માતા-પિતા તેમજ કુટુંબીજનોમાં એક આનંદ પ્રસર્યો હતો. માતા-પિતાને કે જન્મેલ બાળકને ક્યાં ખબર હતી કે તે એક ગંભીર બીમારી સાથે જન્મ્યો છે. ત્યારે કુદરતની મરજી આગળ માણસ લાચાર છે એવું કહેવાય છે. ત્યારે કુટુંબીજનો આ બાળકની મોટી હોસ્પિટલમાં ચકાસણી કરવાતા માલૂમ પડ્યું કે, આ બાળકે એક ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે. જેનું નામ છે એસ.એમ.એ-૧ (SMA-1) એટલે (Spinal Muscular Atrophy Fact Sheet) તરીકે ઓળખવામાં આવે છે. જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેકટશીટ કહેવામાં આવે છે. જે રંગસૂત્ર- 5 ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે, જે માણસના શરીરમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે આવી ખામી ધરાવતા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી. જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. જે નુકસાન તરફ દોરી જાય છે. માતા-પિતાના વારસામાં આવેલ રોગ છે, જે જનીનો ખામી દર્શાવે છે ત્યારે આ રોગની સારવાર ખૂબ મોંઘી છે. તેના માટેના ઈન્જેક્શન રૂપિયા 16 કરોડમાં યુ.એસથી માંગવું પડે છે. પરંતુ તેના પર લાગતા ટેક્સ સાથે તેની કિંમત 22 કરોડ રૂપિયા થાય છે. જેની માન્યતા ડિસેમ્બર 2016 માં યુ.એસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (સ્પિનરાઝા) ને આપી છે. જે કરોડરજ્જુની આજુબાજુ પ્રવાહીમાં ઇન્જેક્શન દ્વારા સંચાલિત થાય છે. તે પ્રોટીનનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે. જેના લીધે માંસપેશીઓની હિલચાલ અને કાર્ય કરવાની શક્તિમાં પણ સુધારો કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More