Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ : ત્રણ બસ ડેપો પર ટેસ્ટીંગમાં 20થી વધુ મુસાફરોમાં કોરોના નીકળ્યો

સુરતમાં વકરી રહેલા કોરોનાને પગલે એસટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લઈને તકેદારીના પગલા લેવાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં રાણીપ બસ સ્ટોપ પર આવતી અને જતી તમામ બસ સેવા શરૂ કરાઈ છે. અન્ય જિલ્લામાંથી અમદાવાદ આવતી અને જતી એસટી બસ શરૂ થઈ છે. ગઈ કાલે અમદાવાદના કૃષ્ણનગર, ગીતા મંદિર અને રાણીપ બસસ્ટેન્ડ પર મુસાફરોની ચકાસણી કરતા 20 થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. હાલ રાણીપ બસ સ્ટોપ પર આવી રહેલા તમામ મુસાફરોના ટેમ્પરેચરની ચકાસણી કરાઈ રહી છે. 

અમદાવાદ : ત્રણ બસ ડેપો પર ટેસ્ટીંગમાં 20થી વધુ મુસાફરોમાં કોરોના નીકળ્યો

અતુલ તિવારી/અમદાવાદ :સુરતમાં વકરી રહેલા કોરોનાને પગલે એસટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લઈને તકેદારીના પગલા લેવાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં રાણીપ બસ સ્ટોપ પર આવતી અને જતી તમામ બસ સેવા શરૂ કરાઈ છે. અન્ય જિલ્લામાંથી અમદાવાદ આવતી અને જતી એસટી બસ શરૂ થઈ છે. ગઈ કાલે અમદાવાદના કૃષ્ણનગર, ગીતા મંદિર અને રાણીપ બસસ્ટેન્ડ પર મુસાફરોની ચકાસણી કરતા 20 થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. હાલ રાણીપ બસ સ્ટોપ પર આવી રહેલા તમામ મુસાફરોના ટેમ્પરેચરની ચકાસણી કરાઈ રહી છે. 

મોતના આંકડાથી સુરતમાં ફફડાટ, 24 કલાકમાં 16ના અને 48 કલાકમાં 30 દર્દીના મોત

હાલ એસટી સ્ટેન્ડ પર આવતા શંકાસ્પદ મુસાફરોના ટેસ્ટ કરવામાં તંત્ર સાબદુ થયું છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા મુસાફરોના પણ ટેસ્ટ થઈ રહ્યા છે. આજે પણ એસટી સ્ટેન્ડ પર મુસાફરોના ટેસ્ટ કરાયા છે. ગઈકલે ટીમોએ 1 હજારથી વધુ પેસેન્જરોનું ચેકિંગ કર્યું હતું, જેમાઁથી 20 કોરોના પોઝિટિવ નીકળ્યા છે. 

વડોદરામાં ભાજપના પીઢ નેતાનું કોરોનાથી મોત, બે વાર થયો હતો કોરોના 

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સતત વધતા કોરોના કેસને કારણે અમદાવાદથી વડોદરા વચ્ચેની એસટી બસ સેવાનું સંચાલન બંધ કરાયું હતું. અમદાવાદ-ભરૂચ વચ્ચેની બસ સેવા પણ બંધ કરાઇ હતી. કોરોનાના વધતા કેસને લઈને આ નિર્ણય લેવાયો છે. આ અગાઉ સુરત તરફની બસ પણ બંધ કરાઈ હતી. પરંતુ જાહેરાતના એક કલાકમાં જ સરકારે નિર્ણય બદલી ફરીથી બસ સેવા શરૂ કરી હતી. આજે વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરાની એસટી બસ સેવા ચાલુ છે. વડોદરા એસટી ડેપો પર આજે બસ આવી રહી છે. એસટી ડેપો પર મુસાફરોનું થર્મલ ગનથી સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદથી વડોદરા આવતા મુસાફરોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More