Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત : રમતા-રમતા 2 વર્ષનો બાળક 35 લિટરની ટાંકીમાં ડૂબી ગયો, પરિવારે શોધખોળ કરતા મૃત મળ્યો

સુરતમાં એક માસુમ બાળકનું પાણીના ડ્રમમાં ડૂબતા મોત થયું છે. આ ઘટના બાદ પરિવાર પર આભ ફાટી ગયું હતું. ઘટના બાદ સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

સુરત : રમતા-રમતા 2 વર્ષનો બાળક 35 લિટરની ટાંકીમાં ડૂબી ગયો, પરિવારે શોધખોળ કરતા મૃત મળ્યો

તેજશ મોદી/સુરત :સુરતમાં એક માસુમ બાળકનું પાણીના ડ્રમમાં ડૂબતા મોત થયું છે. આ ઘટના બાદ પરિવાર પર આભ ફાટી ગયું હતું. ઘટના બાદ સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

માત્ર ગુજરાતમાં જોવા મળતા ટાઈગર બટરફ્લાયને સ્ટેટ બટરફ્લાય જાહેર કરવાની તૈયારી

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના માન દરવાજા વિસ્તારમાં ગઈકાલે સાંજે બે વર્ષનો યુનુસ નામના બાળક તેના મામાના ઘરે રમી રહ્યો હતો ત્યારે તે રમતા રમતા ઘરમાં રાખેલ પાણીના ડ્રમમાં પડી ગયો હતો. થોડા સમય બાદ યુનુસ ન મળતા તેના પરિવારજનો તેને શોધવા લાગ્યા હતા. પરંતુ તેમ છતાં યુનુસ મળ્યો ન હતો. પંરતુ એક કલાક બાદ તે ઘરમાં રાખેલ પાણીના ડ્રમમાંથી મળી આવ્યો હતો. યુનુસ 35 લિટરના પાણીના ડ્રમમાં ડુબી ગયો હતો. યુનુસને ડ્રમમાંથી બહાર કાઢીને તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પણ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકે મૃત જાહેર કરાતા બાળકને પોસ્ટમમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખેસડાયો હતો. 

ઉપરવાસમાં વરસાદથી નર્મદા નદી અને બનાસ નદી ઓવરફ્લો, કાંઠાના ગામો એલર્ટ પર

આ ઘટના બાદ બાળકના પિતા અને મામા વચ્ચે બોલાચાલી થઈ હતી. પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતા યુસુફ પઠાણ અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. બંને સાત મહિનાથી અલગ રહેતા હતા. જેથી મહિલા તેમના પુત્ર સાથે પોતાના પિયરમાં રહેતી હતી. યુસુફ તેની પત્ની અને બાળકને લઇ જવા માટે તૈયાર ન હતો. આ દરમિયાન ટ્રિપલ તલાકનો કાયદો આવતા યુસુફ તેની પત્નીને લઇ જવા માટે તૈયાર થયો હતો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More