Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા: સાવલી પાસે મહિસાગર નદીમાં નાહવા પડેલા 6 મિત્રોમાંથી 2 ડૂબ્યા

વડોદરા શહેર પાસે આવેલા સાવલીની મહિસાગર નદીમાં નાહવા પડેલા બે યુવકોના મોત થયા છે. મહિસાગર નદીમાં છ યુવકો નાહવા પડ્યા હતા. તે દરમિયાન બે યુવકો પાણીના પ્રવાહમાં તણાયા હતા. સ્થાનિક તરવૈયાઓને ઘટનાની જાણ થતા બંન્ને યુવકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાંથી એક યુવકને મૃતદેહ મળ્યો હતો જ્યારે એકની શોખખોળ કરવામાં આવી રહી છે. 

વડોદરા: સાવલી પાસે મહિસાગર નદીમાં નાહવા પડેલા 6 મિત્રોમાંથી 2 ડૂબ્યા

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા શહેર પાસે આવેલા સાવલીની મહિસાગર નદીમાં નાહવા પડેલા બે યુવકોના મોત થયા છે. મહિસાગર નદીમાં છ યુવકો નાહવા પડ્યા હતા. તે દરમિયાન બે યુવકો પાણીના પ્રવાહમાં તણાયા હતા. સ્થાનિક તરવૈયાઓને ઘટનાની જાણ થતા બંન્ને યુવકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાંથી એક યુવકને મૃતદેહ મળ્યો હતો જ્યારે એકની શોખખોળ કરવામાં આવી રહી છે. 

વડોદરા એલ.એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા યુવાનો રજાઓ માણવા માટે મહિસાગર નદીના કિનારે આવ્યા હતા અને નાહવા પડ્યા હતા. જેમાં પાણીના પ્રવાહમાં છ પૈકીના 2 યુવાનો તણાયા હતા. સ્થાનિક તરવૈયાઓ અને ફાયરની ટીમ દ્વારા બંન્નેની શોધખોળ કરવામાં આવી હતી, જેમાંથી અક્ષય કાંધાર નામના યુવકનો મૃતદેહ મળ્યો હતો.

ખેડા: ગળતેશ્વર પાસે કાર અને લક્ઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5ના મોત

ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે વધુ ચેતન મોરપાણીની શોધખોળ શરૂ કરી છે. જ્યારે અક્ષર કાંધાર નામના યુવકનો મૃતદેહ માટે સાવલી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મૃતક અક્ષય કાંધાર ગોવાનો વતની છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More