Home> Gujarat
Advertisement
Prev
Next

અંગદાનની ભાવુક ક્ષણ: કન્યાદાનનું સ્વપ્ન સેવતા પિતાએ બ્રેઇન્ડેડ દીકરી જીનલનું કર્યું અંગદાન

પિતાએ વ્હાલસોઇ દિકરીના અંગોનું હ્રદયપૂર્વક દાન કર્યુ. અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ (દાદા) દ્વારા  દિકરીના પિતાને અંગદાન અંગે પ્રોત્સાહિત કરતા પિતાએ વ્હાલસોઇ દીકરીના અંગદાનનો નિર્ણય કર્યો. સિવિલ હોસ્પિટલમાં ૧૬૧માં અંગદાન થકી એક લીવર, બે કીડની , બે આંખો ( કોર્નિયા) તથા સ્કીનના અંગદાન સાથે કુલ ત્રણ  અંગો અને ત્રણ પેશીઓનું દાન મળ્યું.

અંગદાનની ભાવુક ક્ષણ: કન્યાદાનનું સ્વપ્ન સેવતા પિતાએ બ્રેઇન્ડેડ દીકરી જીનલનું કર્યું અંગદાન

Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 161 મું અંગદાન થયું છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકા સ્થિત મોમાયનગર ખાતે રહેતા જગદીશભાઇ રાજગોરની 24 વર્ષીય દીકરી જીનલને બ્રેઇન સ્ટ્રોક થતા તારીખ 19/08/2024 ના રોજ સઘન સારવાર અર્થે કચ્છથી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. 

ગુજરાત પોલીસને મળશે વિશેષ સત્તા! નશાબંધી સુધારા બિલ ગૃહમાં પાસ, શું છે નવી જોગવાઇઓ?

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૨૧-૦૮-૨૦૨૪ના રોજ ડોક્ટરોએ જીનલને બ્રેઈન ડેડ જાહેર કરી. ઉક્ત અંગદાનમાં વિષેશ વાત એ હતી કે , દર્દી જીનલ અને તેનું પરીવાર કચ્છનું હોવાથી અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ (દાદા) કે જેમની કર્મભુમી પણ કચ્છ રહી છે તેમને કોઇક રીતે આ અંગે જાણ થતા તેમણે સિવિલ હોસ્પિટલ આવી પોતે જીનલ ના પિતા સાથે વાત કરી તેમને અંગદાન વિશે સમજાવ્યા. 

એ હાલો...આવી ગયા યુનાઈટેડ વેના પાસ, દુનિયાના નંબર-1 ગરબામાં હિલોળે ચઢવાના હજારો રૂ

વધુમાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રયાસોથી આજે ઘણા લોકો આ વિશે જાગ્રુત થયા છે. જેના પરીણામે જ આ બ્રેઇન ડેડ દીકરી જીનલના પરીવારના નજીકના સગામાં અને પોલીસ વિભાગમાં કાર્યરત એવા સ્નેહાબેનના પ્રયાસો અને સમજણથી જગદીશભાઇ પોતાની દીકરીના બ્રેઇન ડેડ હોવાની વાતને સમજી અને સ્વીકારી શક્યા અને પોતાની દીકરી જેવી બીજી કોઇ દીકરી કે અન્ય જરુરીયાતમંદની જીંદગી બચાવવા અંગદાન કરવાનો નિર્ણય લઇ શક્યા.

શેરબજારમા રોકાણની સામે ઉંચા વળતરની લાલચ પડી શકે છે ભારે! વાંચી લેજો અ'વાદનો આ કિસ્સો

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે , જીનલના અંગદાનથી મળેલ બે કિડની, એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે . આંખોને સિવિલ મેડીસીટી કેમ્પસની એમ એન્ડ જે આંખની હોસ્પિટલમાં આઇ બેંકમાં સ્વીકારવામાં આવ્યું. મળેલ સ્કીનને સિવિલ હોસ્પિટલની સ્કીન બેંકમાં રાખી દાઝેલા કે અન્ય જરુરીયાતમંદ દર્દીમાં ગ્રાફ્ટ કરવામાં આવશે. 

ઓગસ્ટ એન્ડનો જે વરસાદ હશે તે આ વિસ્તારોમાં ખૂબ ભારે રહેશે! ઘાટાં વાદળો ડરામણો માહોલ

આમ આ અંગદાનથી કુલ ત્રણ થી ચાર લોકોની જીંદગી આપણે બચાવવામા સફળતા મળશે. તેમજ બે લોકોને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવી ઉજાસ આપણે પાથરી શકવા સહભાગી થયા છીએ. સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 161 અંગદાતાઓ થકી કુલ 520 અંગો તેમજ પાંચ સ્કીન નું દાન મળેલ છે. જેના થકી 504 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More