Home> Gujarat
Advertisement
Prev
Next

'જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર ન પડે', આ કહેવત સાચી ઠરી, અમદાવાદમાં આ રીતે થયું ગુપ્તરૂપે અંગદાન

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સઘન સારવારના અંતે બ્રેઇન ડેડ થતા પરિવારજનોએ ગુપ્ત દાનરૂપે અંગદાન કરવાનો નિર્ણય કર્યો. બંને કિડની અને એક લીવરનું દાન મળ્યું , જેને સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરુરીયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરાયા.

'જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર ન પડે', આ કહેવત સાચી ઠરી, અમદાવાદમાં આ રીતે થયું ગુપ્તરૂપે અંગદાન

ઝી બ્યુરો/અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં 140 મું અંગદાન થયું છે. વર્ષ 2024નું આ પ્રથમ અંગદાન છે. 140 માં અંગદાનમાં મહત્વની બાબત એ બની રહી કે, પરિવારજનોએ ગુપ્ત દાનરૂપે અંગદાન કર્યું હતું.

આનંદ મહિન્દ્રાનો ચોંકાવનારો ખુલાસો, જો સ્કોર્પિયો હિટ ન થઈ હોત તો નોકરી ગુમાવી હોત!

સમગ્ર વિગતો એવી છે કે, અમદાવાદના કાલુપુર વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષના યુવકને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક નિદાનમાં તેઓને બ્રેઇન હેમરેજ થયું હોવાનું માલુમ પડ્યું . જેથી દર્દીની સઘન સારવાર શરૂ કરવામાં આવી. 

જાણો સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી કઈ રાશિને થશે લાભ અને કઈ રાશિને નુકસાન

નવમી જાન્યુઆરીના રોજ તબીબો દ્વારા આ યુવકને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોને જ્યારે સિવિલ હોસ્પિટલની ટીમ અને કાઉન્સેલર્સ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવી ત્યારે પરિવારજનોએ પરોપકાર ભાવને સર્વોપરી ગણતા સ્વજનના અંગોનું ગુપ્તદાન કરવાનો નિર્ણય કર્યો.

મહિને 2 રૂપિયામાં મોદી સરકાર આપે છે 2 લાખનો વીમો, ગેમચેન્જર બની છે આ યોજના

અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ આ બ્રેઇન ડેડ યુવકના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી. જેના અંતે બંને કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. અંગદાનમાં મળેલા આ ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડીસીટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યાં છે.

મકરસંક્રાંતિ પર ચમકશે આ 5 રાશિઓનું કિસ્મત, દોરી-પતંગ છોડી બેસવું પડશે રૂપિયા ગણવા!

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ ક્ષણે જણાવ્યું હતું કે, અંગદાનની પ્રવૃત્તિને વેગવંતી બનાવી જરૂરિયાતમંદોને નવજીવન બક્ષવા માટે સમાજના દરેક વર્ગ અને રાજ્યના તમામ લોકોએ એક જૂટ થવું પડશે. અંગદાન અને તેનાથી મળતા જીવનદાનની મહત્વતા સમાજમાં પ્રસરાવી પડશે. તેની જનજાગૃતિ લોકોમાં કેળવાય તેવા સહિયારા પ્રયાસો હાથ ધરવા ડૉ .જોશી એ રાજ્યના તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More