Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona update: રાજ્યમાં કોરોનાના નવા 1329 કેસ નોંધાયા, 16 લોકોના મોત

રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,08,292 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 88,815 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,152 પર પહોંચ્યો છે

Gujarat Corona update: રાજ્યમાં કોરોનાના નવા 1329 કેસ નોંધાયા, 16 લોકોના મોત

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1329 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1336 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 16 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,08,292 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 88,815 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,152 પર પહોંચ્યો છે

આ પણ વાંચો:- સરકારી યોજનાઓનો લાભ કહી ભીખ મંગાવતો હતો આ વ્યક્તિ, જાણો શું છે સમગ્ર કહાણી

રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 75,936 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1168.24 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,01,383 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 1,329 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1,336 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 88,815 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર રાજ્યનો 81.01 ટકા છે.

આ પણ વાંચો:- રિંગ રોડ પર સાઉથ ફિલ્મની સ્ટોરીને આંટી મારે તેવી હત્યાની ઘટના, પોલીસ કહાની સાંભળીને વિચારમાં પડી ગઇ

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,23,545 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,23,091 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 454 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

આ પણ વાંચો:- સીઆર પાટીલનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ઘણા નેતાઓના આવ્યા હતા સંપર્કમાં

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16,328 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 94 છે. જ્યારે 16,234 લોકો સ્ટેબલ છે. 88,815 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3,152 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 16 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, ગાંધીગનરમાં 1, ગાંધીગનર કોર્પોરેશનમાં 1, મહિસાગરમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, સુરેન્દ્રનગરમાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 સહિત કુલ 16 લોકોનાં મોત નિપજ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More