Home> Gujarat
Advertisement
Prev
Next

'પોલીસ મેં ગયા તો તેરે બચ્ચે કો માર ડાલુગા...', 12 વર્ષના સગીરનું અપહરણ, બાળક મૃત હાલતમાં મળ્યો

સુરત જિલ્લામાં છાસવારે ચોરી, લૂંટ, હત્યા, બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગુનાઓ બનતા જ રહેતા હોય છે. સુરત જિલ્લા પોલીસ પણ ગુનાઓએ નાથવા મથામણ કરી રહી છે.

'પોલીસ મેં ગયા તો તેરે બચ્ચે કો માર ડાલુગા...', 12 વર્ષના સગીરનું અપહરણ, બાળક મૃત હાલતમાં મળ્યો

ચેતન પટેલ/સુરત: અપહત સગીરનો મૃતદેહ મળી આવ્યો છે. સુરત જિલ્લા પોલીસે બે દિવસ સુધી સગીર સહી સલામત શોધી કાઢવા દિવસ રાત ચક્રોગતિમાન કર્યા પરંતુ નિરાશા હાથ લાગી છે. સગીરનું અપહરણ કરી 15 લાખની ખંડણી મામલે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્યો લોકોની સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. 

'મારી વિરુદ્ધ કેટલાક લોકો પાટીલને ગેરમાર્ગે દોરે છે..',મનસુખ વસાવાએ ફરી કાઢ્યો બળાપો

સુરત જિલ્લામાં છાસવારે ચોરી, લૂંટ, હત્યા, બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગુનાઓ બનતા જ રહેતા હોય છે. સુરત જિલ્લા પોલીસ પણ ગુનાઓએ નાથવા મથામણ કરી રહી છે. પરંતુ ગુનેગારો માટે સુરત જિલ્લો આશીર્વાદ સમાન હોય તેમ એક પછી એક ગુનાઓને બેખોફ બેડર બની અંજામ આપી રહ્યા છે. સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં શિવમ સોસાયટીમાં રહેતા સુધીર મહતો નામના વ્યક્તિ રહે છે. જેઓ ટેમ્પો દ્રયવિંગ નો વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો એક 12 વર્ષીય અમરેન્દ્ર ઉર્ફે શિવમ મહતો નામનો દીકરો છે. 

ગુજરાતમાં બની રહી છે મજબૂત સિસ્ટમ! આ મહિનામાં ફરી ચક્રવાતની આગાહી, પડશે ભારે વરસાદ

8 તારીખના રોજ સુધીર મહતો જ્યારે પોતાના નિત્યક્રમ અનુસાર ટેમ્પો લઈ ઘરે પહોંચ્યા ત્યારે એક અજાણ્યા મોબાઈલ નંબર થી ફોન આવ્યો. ફોન પરની વાત સાંભતાજ તેઓના પગ નીચેની જમીન ખસી ગઈ. આ ફોન એક કિડનેરપર નો હતો. કિડનેપિંગ કરનાર ઇસમે તેમનો દીકરો ઘરે આવ્યો કે નહીં તેમ પિતાને પૂછ્યું હતું. અને પિતાએ "નહિ આયા" તેમ જણાવ્યું હતું. ત્યારે ફરીથી કિડનેરપરનો ફોન આવતા તેને ધમકી આપતી હતી "તુમ્હારા લાડકા ઘર આઇયેગા ભી નહીં તું મુજે પચાસ હજાર દોગે તો લાડકા આયેગા" ઓર પોલીસ મેં જાયેગા તો તુમ્હારા લડકા નહિ આયેગા.

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! 6 વર્ષના બાળક પર ગેટ સાથે દીવાલ પડતા કરૂણ મોત

સગીરના પિતાએ આ વાત સાંભળી પાડોશી તેમજ આસપાસમાં શિવમની શોધખોર હાથ ધરી હતી. જોકે કોઈ ભાર મળી ન હતી. ત્યારબાદ ફરીથી કિડનેરપરનો ફોન આવે છે અને જણાવે છે કે "પોલીસ મેં ગયા તો તેરે બચ્ચો કો માર દાલુગા મેરે આદમી તેરે પીછે લગે હુએ હૈ સુબહ તક 15 લાખ કી વ્યવસ્થા કરી દેના" તેવુ કહી ફોન કાપી નાખ્યો હતો. અપહરણકર્તાના ફોનથી ગભરાયેલ પરિવાર અંતે પોલીસે જાણ કરી હતી. 

ભારતની કિંમતી ચીજ પરત પરત કરશે બ્રિટન, દેશની આન બાન અને શાન કહેવાય છે વાઘ નખ

પોલીસ ઘટનાની ગંભીરતા સમજી સુરત જિલ્લા સહિત આસપાસના વિસ્તારમાં કોમ્બિનગ કરી દિવસ રાત એક કરી સગીર દીકરાને સહી સલામત અપહરણકર્તા ચૂંગલમાંથી છોડવાવા મથામણ કરી રહી હતી. પોલીસ કડોદરા સહિત તમામ વિસ્તારમાં હ્યઇમન ઇન્ટીલીજન્સ, ટેક્નિલકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ ખૂંદી રહી હતી. સતત બે પોલીસ તમામ વિસ્તારમાં તમામ પાસાની જીનવત ભરી તપાસ હાથધરી રહી હતી. 

'ભારત-ફ્રાન્સ વિકાસના નવા રેકોર્ડ બનાવશે', રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પીએમ મોદીની બેઠક

જોકે આજ મામલે કેટલાક શકમંદોની ભાણ મળતા તેઓની ફોટા સાથે શોધખોર કરી રહી હતી. પરંતુ અંતે કિડનેપરોએ પોલીસે પકડમાં આવી જશે તેવા ડર વધતા બાળકની હત્યા કરી દીધી હતી અને કામરેજ તાલુકાન ઉંભેર ગામની સીમમાં જાડી જાખડામાં તેનો મૃતદેહ ફેંકી દઈ ફરાર થઇ ગયા હતા. 

PM Kisan: ખેડૂતો માટે જરૂરી સૂચના, ફટાફટ કરો આ કામ, બાકી અટકી જશે પૈસા

મહત્વનું છે કે પોલીસે સમગ્ર અપહરણના ગુના એક રીક્ષા અને એક આરોપી ની ધરપકડ કરી લીધી છે. તેમજ અન્ય શકમંદોની પણ ઓળખ કરી લીધી છે. અપહરણકર્તાઓ પણ એ જ વિસ્તારમાં રહેતા હોવાથી એકબીજા ને પરિચિત હોવાનું હાલ સામે આવી રહ્યું છે. જોકે અન્ય અપહરણ કર્તા પોલોસ પકડથી દુર છે. જેને લઈ સુરત જિલ્લા LCB, SOG, સહિત રેન્જ ની ટિમ તેઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More