Home> Gujarat
Advertisement
Prev
Next

વાવાઝોડા વચ્ચે 680 સગર્ભાઓની કરાઇ પ્રસુતિ, ૩૮૫૧ ક્રિટીકલ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ

Cyclone Biparjoy Updates: ૧૫ જુન બપોરે ૦૪:૦૦ કલાકની પરિસ્થિતીએ સૌરાષ્ટ્રના ૮ જિલ્લાઓમાં ૬૩૧ મેડિકલ ટીમ, ૩૦૨ એમ્બ્યુલન્સ અને ૨૦૨ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ વાવાઝોડાની સંભવિત તમામ આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે રાઉન્ડ ધ ક્લોક તહેનાત કરવામાં આવી છે.

વાવાઝોડા વચ્ચે 680 સગર્ભાઓની કરાઇ પ્રસુતિ, ૩૮૫૧  ક્રિટીકલ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ

Biparjoy Cyclone News: અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલ બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરોને પગલે સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ સેવા, સુવિધાઓ અને માનવબળની  પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના દિશાનિર્દેશમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા આરોગ્યતંત્ર દ્રારા નાગરિકોના હિતાર્થે પૂર્વ તૈયારીઓ કરી છે.

PIC: કચ્છ જખૌમાં પ્રિ-સાયક્લોનિક ઇફેક્ટ શરૂ,તીવ્રતા સાથે વાવાઝોડું વધી રહ્યું છે આગળ
Biparjoy: લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થતાં ગુજરાતમાં મુખ્યમંત્રીએ બોલાવી ટોપ લેવલની બેઠક
ભારતમાં છે એશિયાનું સૌથી અમીર ગામ, બિઝનેસ નહી ખેતીથી બન્યો દરેક પરિવાર કરોડપતિ

મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ તહેનાત
૧૫ જુન બપોરે ૦૪:૦૦ કલાકની પરિસ્થિતીએ સૌરાષ્ટ્રના ૮ જિલ્લાઓમાં ૬૩૧ મેડિકલ ટીમ, ૩૦૨ એમ્બ્યુલન્સ અને ૨૦૨ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ વાવાઝોડાની સંભવિત તમામ આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે રાઉન્ડ ધ ક્લોક તહેનાત કરવામાં આવી છે.

ક્રિટીકલ બેડ તૈયાર
વધુમાં સૌરાષ્ટ્રના આ આઠ જિલ્લા, જામનગર, જુનાગઢ, કચ્છ, રાજકોટ, મોરબી, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, તેમજ જામનગર, રાજકોટ અને જુનાગઢ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં વિવિધ હેલ્થ કેર સેન્ટરમાં મળીને કુલ ૩૮૫૧ જેટલા ક્રિટીટલ બેડ દર્દીઓની સારવાર અર્થે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં બિપરજોય ત્રાટક્યું; અનેક રસ્તા બંધ, વીજળી ડૂલ, ઝાડ પડ્યા, કચ્છમાં હાહાકાર
ગુજરાતમાં આગામી 5 કલાક છે ખુબ જ ખતરનાક, વાવાઝોડું કચ્છને ધમરોળી નાંખશેઃ IMD
ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ, અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

તદ્અનુસાર જામનગરમાં ૧૨૭, જુનાગઢમાં ૧૦૧, કચ્છમાં ૨૩૧૪, રાજકોટમાં ૭૧૦, મોરબીમાં ૩૭, ગીર સોમનાથમાં ૧૯૩, દેવભૂમિ દ્વારકામાં ૬૫, પોરબંદરમાં ૨૦, જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ૧૨૭, જુનાગઢ મ્યુ. કોર્પોમાં ૯૭ અને રાજકોટ મ્યુ. કોર્પોમાં ૬૦ જેટલા ક્રિટીકલ બેડ સ્ટેન્ડ બાયમાં છે. 

સગર્ભાઓની દરકાર કરતી સરકાર
તારીખ ૧૫ જુનની સ્થિતિએ આઠ જિલ્લામાં કુલ ૨૩૩૯ જેટલી સગર્ભાઓ કે જેમની પ્રસુતિ નજીકના ૭ દિવસોમાં થવાની હોય તે નોંધાઇ હતી. જેમાંથી ૧૧૭૧ જેટલી સગર્ભાઓને હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જરૂરિયાત જણાઇ હતી જેમાંથી ૧૧૪૮ જેટલી સગર્ભાઓને સફળતાપૂર્ણ આ હોસ્પિટલમાં પ્રસુતિ અર્થે શિફ્ટ કરવામાં આવી છે.  આ ૧૧૩૮ જેટલી સગર્ભાઓમાંથી ૬૮૦ જેટલી પ્રસુતિ તારીખ ૧૫ જુનની સ્થિતીએ સફતાપૂર્ણ થઇ ગઇ છે.

એક એવું ભયાનક અને વિનાશકારી વાવાઝોડું, જેના કારણે પાકિસ્તાનના થયા હતા બે ટુકડાં
Cyclone Biparjoy LIVE: ગુજરાતના દરિયાકાંઠે Biparjoy નું લેન્ડફોલ, ભયંકર પવન સાથે પડી રહ્યો છે વરસાદ
વાવાઝોડું લેન્ડફોલ થયું તે સમયની સેટેલાઈટ તસવીર સામે આવી; કેટલી મોટી છે ભયાનકતા, જુઓ

વાવાઝોડાની સંભવિત અસરોથી પ્રભાવિત આઠ જિલ્લાના કુલ ૪૪ જેટલા ગામોને શિફ્ટ કરવામાં આવ્યા છે.  આ તમામ આઠ જિલ્લામાં કાર્યરત થયેલ શેલ્ટર હાઉસમાં આરોગ્ય વિભાગ દ્વારા જરુરી તમામ આરોગ્ય સુવિધાઓ, હેલ્થકેર વર્કર્સ રાઉન્ડ ઘ ક્લોક તહેનાત કરવામાં આવ્યા છે. વધુમાં આ તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની સારવાર માટે જરૂરી દવાઓનો , ઉપકરણો નો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. 

દરિયાના પ્રચંડ મોજામાં માંડ બચ્યા પરસોત્તમ રૂપાલા, ઝડપભેર બહાર નીકળ્યા ન હોત તો...
BIG BREAKING: વાવાઝોડાના કારણે GPSCની 19 જૂને લેવાનારી પરીક્ષા મોકૂફ, પરિપત્ર જાહેર
સૌરાષ્ટ્ર-કચ્છમાં વિનાશ વેરનારું વાવાઝોડું ગુજરાતના આ જિલ્લા માટે બની જશે વરદાન!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More