Home> Gujarat
Advertisement
Prev
Next

108 એમ્બ્યુલન્સ સ્ટાફની કામગીરી વખાણવા જેવી, હોસ્પિટલના ગેટ પર મહિલાની પ્રસૂતિ કરાવી

108 એમ્બ્યુલન્સ સ્ટાફની કામગીરી વખાણવા જેવી, હોસ્પિટલના ગેટ પર મહિલાની પ્રસૂતિ કરાવી
  • પ્રસૂતિ વખતે બાળકના ગળામાં નાળ વીંટળાયેલ હોવાથી અમદાવાદ 108 આોફિસમા બેસેલા તબીબનું માર્ગદર્શન લેવાયું હતું. ત્યારે હેમખેમ બાળકના ગળામાથી નાળને કાઢીને તેનો જીવ બચાવી લેવાયો

ભરત ચૂડાસમા/ભરૂચ :નવા વર્ષના બીજા દિવસે ભરૂચના 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ પ્રસૂતિ કરવાની ફરજ પડી હતી. જોકે, સફળ પ્રસૂતિ બાદ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે ગુજરાત સરકારની 108 ઇમરજન્સી સેવાની વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે. 

ગઈકાલે સવારે 10:24 કલાકે કોલ મળતાની સાથે પલેજ 108 એમ્બ્યુલન્સ CHC પાલેજ ખાતે પહોંચી હતી. કેશનાડની રહેવાસી મહિલા અરૂણા વસાવાને વધુ તકલીફ હોવાથી તેમને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવા પડે તેવી પરિસ્થિતિ ઉદભવી હતી. ત્યારે 108 ના ઈએમટી હિતેશભાઈ ચમાર અને પાઇલોટ મુનફભાઈ દ્વારા એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલના ગેટ પર પહોંચતા ઈએમટી હિતેશભાઈને મહિલામાં ડિલીવરીનાં લક્ષણો દેખાયા હતા. ત્યારે બંનેએ ભેગા મળીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવી હતી.

આ પણ વાંચો : સુરતના આહીર પરિવારને પાવાગઢ દર્શન પહેલા મળ્યુ મોત, હોસ્પિટલમાં લાશોની લાઈન પડી

પ્રસૂતિ વખતે બાળકના ગળામાં નાળ વીંટળાયેલ હોવાથી અમદાવાદ 108 આોફિસમા બેસેલા તબીબનું માર્ગદર્શન લેવાયું હતું. ત્યારે હેમખેમ બાળકના ગળામાથી નાળને કાઢીને તેનો જીવ બચાવી લેવાયો હતો. જોકે, જન્મ સમયે બાળકે કોઈ પણ પ્રકારની હરકત ન કરતા તેને ફરીથી તબીબ પાસે લઈ જવાયા હતા. ડોક્ટરની સલાહ મુજબ સારવાર મળતા જ બાળકને નવુ જીવન મળ્યું હતું. 

અરૂણાબેનને દીકરાને જન્મ આપતા જ તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અરૂણાબેન અને બાળકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મહિલાના પરિવારે 108 એમ્બ્યુલન્સની કામગીરીને બિરદાવી હતી. 

આ પણ વાંચો : પીએમ મોદીએ વડોદરા અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More