Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગરના રોઝી પોર્ટ દરિયાકિનારે 100 કિલોથી વધુ વજનદાર મહાકાય કાચબો મળી આવ્યો

ફોરેસ્ટ વિભાગે જેસીબીની મદદથી રેસ્ક્યુ ઓપેરશન હાથ ધરી, પ્રાથમિક સારવાર બાદ કાચબાને દરિયામાં છોડી મૂક્યો

જામનગરના રોઝી પોર્ટ દરિયાકિનારે 100 કિલોથી વધુ વજનદાર મહાકાય કાચબો મળી આવ્યો

મુસ્તાક દલ/જામનગરઃ જામનગરના રોઝી પોર્ટ દરિયાકિનારા પર શુક્રવારે 100 કિલોથી પણ વધુ વજન ધરાવતો કાચબો મળી આવ્યો હતો. ફોરેસ્ટ વિભાગે જેસીબીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કાચબાને બચાવ્યો હતો. ત્યાર બાદ તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ફરીથી દરિયામાં છોડી દેવાયો હતો. 

જામનગરના રોઝી પોર્ટ દરિયાકિનારે પથ્થરોમાં ફસાઈ ગયેલા એક કાચબા પર સ્થાનિક માછીમારની નજર પડી હતી. તેણે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો. મહાકાય કાચબાને જોયા બાદ તેને કિચડમાંથી બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી. 

fallbacks

'ગ્રીન સી ટર્ટલ' જાતિના આ કાચબાને દોરડાં બાંધ્યા બાદ જેસીબી મશીનની મદદથી સમુદ્રમાંથી ઊંચકીને બહાર કઢાયો હતો. સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન લગભગ 3 કલાક ચાલ્યું હતું. પથ્થરોમાં ફસાઈ જવાને કારણે કાચબો થોડો ઈજાગ્રસ્ત થયો હતો. ફોરેસ્ટ વિભાગે કાચબાને બહાર કાઢ્યા બાદ પ્રાથમિક સારવાર આપી હતી. 

fallbacks

સારવાર આપી દેવાયા બાદ કાચબો સ્વસ્થ જણાતા કાચબાને ફરીથી જેસીબીના બકેટમાં ચડાવાયો હતો. ત્યાર બાદ તેને દરિયામાં છોડી મુકાયો હતો. ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ જણાવ્યું કે, દરિયાનાં મોજા સાથે તણાઈના આ કાચબો સમુદ્ર કિનારે આવી પહોંચ્યો હશે. અહીં પથ્થર અને કિચડમાં ફસાઈ ગયો હતો. તેમણે કાચબાની જાણ કરનારા માછીમારને પણ બિરદાવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More