Home> Gujarat
Advertisement
Prev
Next

..તો આવી બનશે લોકોનું, આજે ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યૂસેક પાણી છોડાયું

 આજે બપોરથી 12 વાગ્યાથી પાણી છોડવાની શરૂઆત કરાશે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે. જેથી કરીને નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

..તો આવી બનશે લોકોનું, આજે ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યૂસેક પાણી છોડાયું
Updated: Aug 16, 2020, 03:47 PM IST

તેજશ મોદી/સુરત :સુરત (surat rain) ની પરિસ્થિતિ બે દિવસથી બેહાલ બની છે. સતત વરસાદ (heavy rain) થી સુરતના ખાડી વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. લોકોને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યાઁ છે, તો ક્યાંક ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. આવામાં સુરતીઓ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આજે ઉકાઈડ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. આજે બપોરથી 12 વાગ્યાથી પાણી છોડવાની શરૂઆત કરાઈ હતી. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે. જેથી કરીને નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. તો બીજી તરફ, બે દિવસથી લિંબાયતની ખાડીમાં વરસાદે તે હાહાકાર મચાવ્યો છે, તેમાં આજે રાહત જોવા મળી છે. લિંબાયતમાં ખાડીના પાણી ઓસર્યા છે. ઉપરવાસમાં વરસાદ બંધ થતાં પાણી ઉતર્યા છે. જોકે હજુ પણ કમર સુધીના પાણી ખાડીમાં યથાવત છે. 

છેલ્લા એક સપ્તાહથી સતત પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે. ગત 9 મી ઓગસ્ટના રોજ ડેમની સપાટી 329.21 ફૂટ પર પહોંચી હતી. જે વધીને આજે 16 ઓગસ્ટના રોજ 12 વાગ્યે 334.01 ફૂટ પર પહોંચી ગઈ હતી. જેથી પાણી છોડવાની ફરજ પડી હતી. સાત દિવસ માં ડેમની સપાટીમાં 4 ફૂટ નો વધારો નોંધાયો હતો. ડેમની સપાટીમાં વધારો થતાં સુરત, તાપી, નવસારી સહિતના ખેડૂતો અને લોકોમાં આનંદ વ્યાપી ગયો છે. 

ગુજરાતમાં માસ્કનો નિયમ વધુ કડક બન્યો, મોલમાં ગ્રાહક માસ્ક વગર દેખાશે તો મેનેજર પણ દંડાશે

તો સુરતના ખજોદગામમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. ખજોદગામથી ચામુંડા માતાના રસ્તા પર પાણી જ પાણી છે. જેથી વાહનવ્યવહાર માટે રસ્તો બંધ કરાયો છે. સુરતના પર્વતગામમાં ઠેરઠેર પાણી હોવાથી આયુષ હોસ્પિટલમાંથી દર્દીઓને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. દર્દી અને કર્મચારીઓને હોસ્પિટલમાંથી નીચે ઉતારાયા હતા. ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી તમામ દર્દીઓે સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા હતા. 

ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં મોડી રાત્રિથી ફરી શરૂ વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ વરસાદ પર એક નજર કરીએ....

  • બારડોલી : 1.5 ઇંચ
  • ચોર્યાસી : 1.1 ઇંચ
  • કામરેજ : 2.4 ઇંચ
  • પલસાણા : 1.76 ઇંચ
  • મહુવા : 2.5 ઇંચ
  • માંડવી : 2.75 ઇંચ
  • માંગરોળ : 2.4 ઇંચ
  • ઓલપાડ : 0.80 ઇંચ
  • ઉમરપાડા : 3.1ઇંચ
  • સુરત સીટી : 2.5 ઇંચ

સુરતમાં મોસમના પહેલા વરસાદે પાલિકાની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક વિસ્તારોના રસ્તા તૂટ્યા છે. તો અનેક વિસ્તારોના રસ્તાઓ પર ખાડા પડ્યા છે. પહેલા જ ધોધમાર વરસાદથી સુરતમાં ઠેરઠેર ખાડા પડ્યા છે. ખાડાઓને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. મનપા દ્વારા રસ્તાઓનું પેચ વર્ક શરૂ કરાયું છે. તો ખાડાઓને કારણે રસ્તા બનાવનારા કોન્ટ્રાક્ટરો સામે ઉઠ્યા સવાલ છે. 

ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....

ગુજરાતમાં માસ્કનો નિયમ વધુ કડક બન્યો, મોલમાં ગ્રાહક માસ્ક વગર દેખાશે તો મેનેજર પણ દંડાશે

વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર, વિશ્વામિત્રી નદીની સપાટીમાં ધીરે ધીરે ઘટાડો

દક્ષિણના નેતા સીઆર પાટીલનો સૌરાષ્ટ્રમાં પહેલો રાજકીય પ્રવાસ સંગઠનમાં કેવા બદલાવ લાવશે?

હાથ પકડીને રસ્તો પાર કરી રહેલા 3 યુવકો જોતજોતામાં તણાયા, ડૂબતો વીડિયો થયો કેદ

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ પણ AMCના ઢોર વિભાગના કર્મચારીઓના પેટનું પાણી હાલતું નથી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે