Home> Gujarat
Advertisement
Prev
Next

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે 1.34 કરોડની રોકડ સાથે યુવક ઝડપાતા ચકચાર

: રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરમાં ચૂંટણી યોજવામાં આવી છે. ચૂંટણી દરમિયાન દારૂ અને રોકડની હેરાફેરી અંગે પોલીસ અને ચૂંટણી પંચ ખાસ વોચ રાખી રહ્યું છે. તેવામાં રામોલ પોલીસ દ્વારા 1.34 કરોડ રૂપિયાની રકમ સાથે આંગડીયા પેઢીના કર્મચારીને રિંગરોડ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. યુવકને રોકડ રકમ અંગે પુછતા તેની સાથે રકમ બાબતે કોઇ આધાર પુરાવા ન હોય તેવા 1.34 કરોડની રોકડ રકમ કબ્જે કરીને કાર્યવાહી કરવામાં આવી છે. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે 1.34 કરોડની રોકડ સાથે યુવક ઝડપાતા ચકચાર

મૌલિક ધામેચા/અમદાવાદ :: રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરમાં ચૂંટણી યોજવામાં આવી છે. ચૂંટણી દરમિયાન દારૂ અને રોકડની હેરાફેરી અંગે પોલીસ અને ચૂંટણી પંચ ખાસ વોચ રાખી રહ્યું છે. તેવામાં રામોલ પોલીસ દ્વારા 1.34 કરોડ રૂપિયાની રકમ સાથે આંગડીયા પેઢીના કર્મચારીને રિંગરોડ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. યુવકને રોકડ રકમ અંગે પુછતા તેની સાથે રકમ બાબતે કોઇ આધાર પુરાવા ન હોય તેવા 1.34 કરોડની રોકડ રકમ કબ્જે કરીને કાર્યવાહી કરવામાં આવી છે. 

સરકારી ભરતી આવે કે ન આવે ભાજપ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે, તમામ કોંગ્રેસીઓની ભરતી: વસાવા

ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા માટે રોકડ રકમ અને દારૂની લાલચ આપીને મત ખરીદવામાં ન આવે તે માટે ચૂંટણી પંચ સક્રિય છે. ચૂંટણી પંચ દ્વારા પોલીસને ખાસ સુચના આપવામાં આવે છે. ત્યારે રામોલ પોલીસે રિંગ રોડ પર દાલબાટી રેસ્ટોરન્ટ પાસેથી બાતમીના આધારે ભાવેશ વાળંદ (ઉ.વ 28 રહે વાણીયા શેરી, સોખડા)ની 1.34 કરોડ રૂપિયા સાથે અટકાયત કરવામાં આવી છે. જો કે આટલી મોટી રકમ ક્યાંથી આવી અને ક્યાં જઇ રહી હતી તે અંગે હાલ તો તપાસ ચલાવવામાં આવી રહી છે. 

પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કળસરિયાને કોર્ટ ફટકારી 6 મહિનાની સજા, જાણો શું છે સમગ્ર મામલો

રામોલ પી.આઇ કે.એસ દવેએ જણાવ્યું કે, ભાવેશ નવરંગપુરા પી.પ્રવીણ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરે છે અને આ રોકડ મુંબઇના મલાડ ખાતે આપવાની હોવાનું તેણે જણાવ્યું હતું. જો કે આ રૂપિયા કોના છે તે અંગે કોઇ પ્રકારનાં આધાર પુરાવા નહી હોવાનાં કારણે તેની અટકાયત કરીને રોકડ રકમ જપ્ત કરી લેવામાં આવી છે. આંગડિયા પેઢીનો સંપર્ક કરીને નાણા અંગે જવાબ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું છે. હાલ તો આટલી મોટી રોકડ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More