Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat: આજે GUJCET ની પરીક્ષા યોજાશે, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ધોરણ 12 સાયન્સ પછી ડીગ્રી એન્જીનીયરીંગ અને ડીગ્રી / ડિપ્લોમ ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટ (GUJCET exam) ની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે.

Gujarat: આજે GUJCET ની પરીક્ષા યોજાશે, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

અતુલ તિવારી, અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે આજે રાજ્યભરમાં GUJCETની પરીક્ષા યોજાઇ રહી છે. ધોરણ 12 સાયન્સ (12 Science) પછી ફાર્મસી (Pharmacy) અને એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા (GUJCET exam) આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે શુક્રવારના રોજ ગુજકેટ (GUJCET exam) લેવામાં આવશે. આજે સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન જુદા જુદા વિષયોની પરીક્ષા લેવામાં આવશે. રાજ્યભરમાંથી 1 લાખ 17 હજાર જેટલા વિદ્યાર્થીઓ રાજ્યના 34 ઝોનમાં 574 બિલ્ડીંગમાં પરીક્ષા આપશે. રાજ્યમાં પરીક્ષાને લઈને 34 ઝોનની 574 બિલ્ડીંગના 5932 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. ગુજકેટ માટે એક વર્ગ ખંડમાં મહત્તમ 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે.

ધોરણ 12 સાયન્સ પછી ડીગ્રી એન્જીનીયરીંગ અને ડીગ્રી / ડિપ્લોમ ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટ (GUJCET exam) ની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે. કુલ 4 વિષયોની પરીક્ષા લેવાશે, જેના ગુણભાર અને સમય અલગ અલગ ફાળવવામાં આવશે.

ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા (Maths Exam) લેવાશે, જેમાં 120 મિનિટનું ભૌતિક અને રસાયનશાસ્ત્રનું સંયુક્ત પેપર રહેશે. ભૌતિક અને રસાયણશાસ્ત્રના પેપરમાં 40 - 40 પ્રશ્નો પુછાશે, બંને પેપર 40 - 40 માર્કના રહેશે, જેના માટે OMR આન્સરશીટ પણ 80 પ્રત્યુત્તરની રહેશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પેપર અલગ અલગ પૂછાશે.

MG એ લોન્ચ કરી પોતાની શાનદાર અને સુપર સ્ટાઈલિશ SUV, Creta, Seltos ને આપશે ટક્કર

જીવવિજ્ઞાનનું પેપર 40 માર્કનું હશે, 40 સવાલ પુછાશે, જેના માટે 60 મિનિટ ફાળવવામાં આવશે જ્યારે ગણિતનું પેપર 40 માર્કનું હશે, 40 સવાલ પુછાશે, જેના માટે 60 મિનિટ ફાળવવામાં આવશે.

ગુજકેટની પરીક્ષા (GUJCET exam) કુલ 3 ભાષા, એટલે કે ગુજરાતી, હિન્દી અમે અંગ્રેજીમાં લેવાશે. એક પરીક્ષાખંડમાં 20 વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય અને શહેરમાં અંદાજે 15 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ (Ahmedabad) ગ્રામ્યમાં 26 પરિક્ષાકેન્દ્ર પર 5,491 જ્યારે અમદાવાદ શહેરમાં 48 પરીક્ષાકેન્દ્ર પર 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More