Home> Entertainment
Advertisement
Prev
Next

સફળતાની ઉજવણી બાદ, ''મેડ ઇન હેવન 2'' માટે કામ પર પરત ફરી ઝોયા અખ્તર!

ગલી બોય અને મેડ ઇન હેવનની સફળતાના રથ પર સવાર, ઝોયા અખ્તરે સમય બરબાદ કર્યા વિના મેડ ઇન હેવેનના બીજા સીઝન પર કામ શરૂ કરી દીધું છે. પોતાના બે વિશાળ પ્રોજેક્ટની સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ, ઝોયા અખ્તરે સોમવારે પોતાના મિત્ર અને સહયોગી માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.

સફળતાની ઉજવણી બાદ, ''મેડ ઇન હેવન 2'' માટે કામ પર પરત ફરી ઝોયા અખ્તર!

મુંબઇ: ગલી બોય અને મેડ ઇન હેવનની સફળતાના રથ પર સવાર, ઝોયા અખ્તરે સમય બરબાદ કર્યા વિના મેડ ઇન હેવેનના બીજા સીઝન પર કામ શરૂ કરી દીધું છે. પોતાના બે વિશાળ પ્રોજેક્ટની સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ, ઝોયા અખ્તરે સોમવારે પોતાના મિત્ર અને સહયોગી માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. ઉજવણી બાદ, ફિલ્મ નિર્માતાએ બુધવારે પોતાની બહુપ્રશંસિત વેબ શૃંખલાના બીજો ભાગ શરૂ કરી દીધો છે. 

ફિલ્મ નિર્માતાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ટાઇપરાઇટરનો એક ફોટો શેર કરતાં લખ્યું,"Back to work #day 1 #writersroom #madeinheaven #season2 #herewego” @reemakagti પોતાની તાજેતરની આઉટિંગના લીધે ફિલ્મ નિર્માતાના રૂપમાં ઉંડી છાપ છોડનાર, ઝોયા અખ્તરે પોતાના નવા પ્રોજેક્ટ સાથે અપેક્ષાના સ્તર પર એક પગથિયું ઉપર કરી દીધું છે. 

ઝૂંપડપટ્ટીમાંથી એક રેપર ઉદયની કહાનીને પડદા પર રજૂ કરતાં બ્લોકબસ્ટર હિટ ગલી બોય વાસ્તવિક જીવનના રેપર્સ ડિવાઇન અને નેજીથી પ્રેરિત હતી. મેડ ઇન હેવન પણ સમકાલીન સમયમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી વેબ સિરીઝ બની ગઇ છે. બંને કંટેટને મોટાપાયે તેની અનોખી કથાનક અને પ્રભાવશાળી પાત્ર માટે વખાણવામાં આવી છે અને બે શાનદાર વાર્તાઓ પાછળ સ્પષ્ટ રીતે જોયા અખ્તરનો હાથ છે.

ઝોયા અખ્તર જે પોતાની ગત રિલીઝ લક બાય ચાન્સ, જિંદગી ના મિલેગી દોબાર અને દિલ ધડકને દો સાથે પોતાના સમયથી એક પગલું આગળ રહી છે, તે હવે ''ગલી બોય''ની સાથે બોક્સ ઓફિસ ધૂમ મચાવી રહી છે. ચાર ફીચર ફિલ્મ, બે શોર્ટ ફિલ્મ અને એક વેબ સિરીઝના સફર સાથે, જોયા અખ્તર તે અગ્રણી ફિલ્મ નિર્માતાઓમાંથી એક છે જેમણે મનોરંજન ઉદ્યોગમાં પોતાનું એક સ્થાન બનાવી લીધું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More