Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાન પાસે ટ્રેનિંગ પ્રાપ્ત કરી મોટા પડદા પર ધમાલ મચાવશે આ અભિનેતા, આ ફિલ્મથી થશે ડેબ્યૂ

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક નિતિન કક્ક્ડ પોતાની આગામી ફિલ્મ નોટબુક સાથે દર્શકોને મનોરંજન કરવા માટે તૈયાર છે. અભિનેતા ઝહીર ઇકબાલ પોતાના પરિવારમાંથી એકમાત્ર એવા વ્યક્તિ છે, જે એક્ટિંગની દુનિયામાં પગ મુકી રહ્યા છે. 

સલમાન પાસે ટ્રેનિંગ પ્રાપ્ત કરી મોટા પડદા પર ધમાલ મચાવશે આ અભિનેતા, આ ફિલ્મથી થશે ડેબ્યૂ
Updated: Feb 12, 2019, 01:04 PM IST

મુંબઇ: રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક નિતિન કક્ક્ડ પોતાની આગામી ફિલ્મ નોટબુક સાથે દર્શકોને મનોરંજન કરવા માટે તૈયાર છે. અભિનેતા ઝહીર ઇકબાલ પોતાના પરિવારમાંથી એકમાત્ર એવા વ્યક્તિ છે, જે એક્ટિંગની દુનિયામાં પગ મુકી રહ્યા છે. 

તેમના પિતા કંસ્ટ્રક્શનના વ્યવસાયમાં છે, ઝહીર ઇકબાલ ફિલ્મ નોટબુક સાથે બી-ટાઉનમાં પોતાની શરૂઆત કરવા માટે તૈયાર છે. નોટબુક 2019માં રિલીઝ થવાર બોલીવુડ રોમાન્સ-ડ્રામા ફિલ્મ છે. જેમાંજ ઝહીર ઇકબાલ અને પ્રનૂતન બહલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ઝહીર ઇકબાલના પિતા અભિનેતા સલમાન ખાનના સારા મિત્ર છે અને માટે જ ઝહીર ફિલ્મ ઉદ્યોગ સાથે સંપર્કમાં આવ્યો અને અભિનયમાં તેની રૂચિ જન્મી. ઝહીર ઇકબાલ દ્વારા પોતાની બહેનના લગ્નમાં કરવામાં આવેલા પરફોમન્સે સલમાન ખાનનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું જેમને ઝહીર પર વિશ્વાસ બતાવ્યો અને તેને ટ્રેન કર્યો.
fallbacks

ઝહીર ઇકબાલ પોતાને આ નવી દુનિયા માટે તૈયાર કરી રહ્યો છે અને યોગ્ય લુક મેળવવા માટે તેને કઠિન સત્રમાંથી પસાર થવું પડ્યું છે. વર્ષ 2007થી 2009 દરમિયાન સ્થાપિત આ ફિલ્મની સાથે ઝહીર ઇકબાલ અને પ્રનૂતન બહલ અભિનયની દુનિયામાં શરૂઆત કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે