Home> Entertainment
Advertisement
Prev
Next

બેબી શાવર પહેલાં અરમાન મલિકની બે પત્નીઓ બાખડી, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

Armaan Malik Wife: ફેમસ યુટ્યુબર અરમાન મલિક બે પત્નીઓને સાથે રાખવાને લઈને ખૂબ ચર્ચામાં છે. તેની બંને પત્નીઓ પ્રેગ્નન્ટ છે, તેથી હાલમાં જ ઘરમાં બેબી શાવરની વિધિ હતી, પરંતુ તે પહેલા જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે.

બેબી શાવર પહેલાં અરમાન મલિકની બે પત્નીઓ બાખડી, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

Youtuber Armaan Malik: સામાન્ય રીતે પુરુષો ફરિયાદ કરે છે કે તેઓ પત્નીને સંભાળી શકતા નથી. પરંતુ યુટ્યુબર અરમાન મલિકને જુઓ, જે એક છત નીચે બે પત્નીઓ સાથે વૈભવી રીતે રહે છે. તો બીજી તરફ બંને પત્નીઓ ગર્ભવતી છે અને ટૂંક સમયમાં તેમના ઘરે સારા સમાચાર આવવાના છે, પરંતુ તાજેતરમાં યોજાયેલા બેબી શાવર સેરેમનીમાં ભારે હોબાળો થયો હતો. સમારંભ પહેલા, અરમાનની બે પત્નીઓ કૃતિકા અને પાયલ એકબીજા સાથે ઝઘડ્યા અને પછી બંનેએ ઉગ્રતાથી પોતાનો ગુસ્સો એકબીજા પર ઠાલવ્યો.

પાયલ અને કૃતિકા વચ્ચે લડાઈ
અરમાન મલિક તેના ઘરમાં બનતી દરેક ઘટના પર વ્લોગ શેર કરે છે, જ્યારે ચિરાયુ મલિકની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. ચિરાયુએ તેમની બે માતાઓ વચ્ચેની તાજેતરની લડાઈ શેર કરી છે. ખરેખર, બેબી શાવર સેરેમની માટે ખાસ તૈયાર કરાયેલા પાયલ, કૃતિકા અને અરમાનને એક ખાસ ફોટોશૂટ કરાવવાનું હતું, પરંતુ કૃતિકાને તૈયાર થવામાં ઘણો સમય લાગ્યો, જેના કારણે પાયલ ગુસ્સે થઈ ગઈ અને બધાની સામે આવી ગઈ. તેણે ગોલુ એટલે કે કૃતિકાને ખરી ખોટી સંભળાવી. તો બીજી તરફ કૃતિકાની પણ કમી હતી ત્યાં તેણે પણ ગણી ગણીને બદલો લીધો. હદ ત્યારે થઈ ગઈ જ્યારે પાયલે ગુસ્સામાં લહેંગાની ચૂંદડી  ફેંકી દીધી અને ફોટોશૂટની ના પાડી.

આ પણ વાંચો:  નીતા અંબાણીથી કમ નથી વેવાણ, બ્યૂટીથી માંડીને બિઝનેસમાં વેવાણને પણ આપે છે માત
આ પણ વાંચો: જાણો શું કરે છે મુકેશ અંબાણીની સાળી, નીતા અંબાણી અને મમતા વચ્ચે છે ગજબનું બોન્ડીંગ
આ પણ વાંચો:
 ગુજરાતના આ ગામમાં નણંદ ભાભી સાથે ફરે છે ફેરા! બહેન ઘોડીએ ચઢીને જાય છે ભાભીને પરણવા
આ પણ વાંચો:  આ પણ વાંચો: Jeans Treand : ટ્રેન્ડમાં છે જિન્સની આ 10 સ્ટાઈલ, તમને આપશે કૂલ અને ફન્કી લુક

હા.... આ બધી ટીખળ હતી. વિડિયોના અંતમાં જાણવા મળે છે કે બંનેએ આને ફેન્સ માટે ખાસ બનાવ્યો છે. હકિકતમાં તેના ચાહકોને મીર્ચ મસાલા વાળા વીડિયો જોવાનું પસંદ છે. આ જ કારણ છે કે બંનેએ આવા જ વીડિયો બનાવ્યા. જો કે, આ પહેલા અરમાન મલિકના ત્રીજા લગ્નનો પ્રૅન્ક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે તેની ત્રીજી દુલ્હન સાથે બે પત્નીઓ સાથે પહોંચ્યો હતો અને ઘરમાં ભારે ડ્રામા થયો હતો.

આ પણ વાંચો: આ મંદિરમાં મૂર્તિની નહીં પણ યોનિની થાય છે પૂજા, 3 દિવસ નદીનું પાણી થઈ જાય છે લાલ
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: Chanakya Niti: સ્ત્રી પોતાના પતિથી સંતુષ્ટ છે કે અસંતુષ્ટ? આ ઇશારાઓથી પડી જશે ખબર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More