Home> Entertainment
Advertisement
Prev
Next

Honey Singh On Urfi Javed: હની સિંહે ઉર્ફી જાવેદની કરી પ્રશંસા, કહ્યું- દેશની યુવતીએ લેવી જોઈએ પ્રેરણા

Honey Singh On Urfi Javed હની સિંહે એક ઈન્ટરવ્યૂ આપ્યો છે. તેમાં તેણે ઉર્ફી જાવેદની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે ઉર્ફી જાવેદ ખુબ બ્રેવ અને બોલ્ડ છે. 

Honey Singh On Urfi Javed: હની સિંહે ઉર્ફી જાવેદની કરી પ્રશંસા, કહ્યું- દેશની યુવતીએ લેવી જોઈએ પ્રેરણા

નવી દિલ્હીઃ Honey Singh On Urfi Javed: હની સિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તેને ઉર્ફી જાવેદ સાથે કામ કરવામાં કોઈ વાંધો નથી અને તે તેની સાથે એક મ્યૂઝિક વીડિયોમાં કામ કરી શકે છે. 

યોયો હની સિંહે ઉર્ફી જાવેદની પ્રશંસા કરી
યો યો હની સિંહે ઉર્ફી જાવેદની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે અન્ય છોકરીઓએ તેની પાસેથી પ્રેરણા લેવી જોઈએ. દરમિયાન, બિગ બોસ ઓટીટીથી ખ્યાતિ પ્રાપ્ત કરનાર ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતો છે. તેની તસવીરો અને વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે. આ માટે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી છે.

'ઉર્ફી જાવેદ બોલ્ડ અને બ્રેવ છે'
સિંગર યો યો હની સિંહે હવે એક ઈન્ટરવ્યુ આપ્યો છે. આમાં તેણે કહ્યું છે કે, 'મને ઉર્ફી જાવેદ ગમે છે. તે ખૂબ જ બોલ્ડ અને બહાદુર છે જે પોતાનું જીવન પોતાની રીતે જીવવા માંગે છે. મને લાગે છે કે દેશની છોકરીઓએ તેમની પાસેથી કંઈક શીખવું જોઈએ. યો યો હની સિંહના હાઈ હીલ્સ, બ્રેકઅપ પાર્ટી જેવા ઘણા ગીતો ખૂબ પ્રખ્યાત છે. હની સિંહે તાજેતરમાં જ છૂટાછેડા લીધા છે. ત્યારબાદ તેણે અન્ય છોકરીને ડેટ કરવાનું પણ શરૂ કર્યું છે. તે ટૂંક સમયમાં ઘણી ફિલ્મોમાં પણ જોવા મળશે. તેની ગાવાની શૈલી ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તેના ગીતોને પણ સારા વ્યુઝ મળે છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Uorfi (@urf7i)

ઉર્ફી જાવેદ ઘણા ટીવી શોમાં ભાગ લઈ ચુકી છે
હની સિંહ આગળ કહે છે, 'તમારા દિલમાં જે પણ આવે છે, કોઈપણ ખચકાટ વિના, કોઈપણ ડર વિના, તમે ક્યાંથી આવ્યા છો, કયા ધર્મ, કઈ જાતિના છો તેનાથી કોઈ ફરક પડતો નથી. બસ તમે કરતા રહો. ઉર્ફી જાવેદ ઘણા ટીવી શોમાં ભાગ લઈ ચુકી છે. તેમાં મેરી દુર્ગા, બેપનાહ, યહ રિશ્તા ક્યા કહલાતા હૈ જેવા નામ સામેલ છે. તો તે બિગ બોસ ઓટીટી અને સ્પિલ્ટસવિલા 14માં પણ જોવા મળી ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More