Home> Entertainment
Advertisement
Prev
Next

PICS: આ અભિનેત્રીને જોઈને મહિલાઓ પોતાના પતિને છૂપાવી દેતી હતી, લોકો ગાળો બોલતા, જાણો કારણ

PICS: આ અભિનેત્રીને જોઈને મહિલાઓ પોતાના પતિને છૂપાવી દેતી હતી, લોકો ગાળો બોલતા, જાણો કારણ

હિન્દી ફિલ્મોમાં અનેક એવી અભિનેત્રીઓ છે જે થોડા વર્ષો બાદ રૂપેરી પડદેથી ગાયબ થઈ ગયી, પરંતુ લોકોના મનમાંથી ગાયબ થઈ શકી નહીં. આ અભિનેત્રીઓનો ચાર્મ જ એવો હતો કે આજે પણ લોકો તેને મનથી યાદ કરે છે. આવી જ અભિનેત્રીઓમાં સામેલ છે બિન્દુ. બિન્દુ 70ના દાયકામાં લોકોના હ્રદય પર રાજ કરતી હતી. તેના ડાન્સ અને વેમ્પની ભૂમિકા આજે પણ લોકો યાદ કરે છે. પોતાના 50 વર્ષના કરિયરમાં બિન્દુએ વેમ્પની ભૂમિકા ખુબ ભજવી અને ડાન્સ પણ કર્યા. પરંતુ કેટલાક પાત્રો બિન્દુ પર જ જાણે ભારે પડી ગયા હતા. 

ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં બિન્દુએ કહ્યું કે ફિલ્મોમાં નિભાવેલા નેગેટિવ પાત્રોએ તેમની અસલ જિંદગી પર અસર કરી. બિન્દુએ એમ પણ કહ્યું કે ફિલ્મોમાં કેટલાક પાત્રો ભજવવાન કારણે અસલ જીવનમાં પણ લોકો તેમને વેમ્પ સમજવા લાગ્યા હતા અને ગાળો આપતા હતા. સ્થિતિ એવી થઈ ગઈ કે મહિલાઓ તેમના પતિઓને પણ તેમનાથી છૂપાવીને રાખતી હતી. 

fallbacks

બિન્દુએ કહ્યું કે જ્યારે પુરુષ ફેન્સ મને મળવા આવતા હતા ત્યારે તેમની પત્નીઓ તેમને ખેંચી લેતી હતી. સ્ત્રીઓ તેમના પતિને મારાથી છૂપાવી લેતી હતી. તેમને ડર હતો કે આ ક્યાંક તેમના પર ડોરા નાખશે. પરંતુ હવે લોકોને રીલ અને રિયલ વચ્ચે અંતર સમજમાં આવી ગયું છે. અસલમાં મારું હ્રદય ખુબ સોફ્ટ છે. જો કોઈનું હ્રદય મારા કારણે દુખે તો મને ખુબ ખરાબ લાગે છે. 

fallbacks

બિન્દુને જ્યારે પૂછવામાં આવ્યું કે ફિલ્મોમાં ભજવેલી વેમ્પની ભૂમિકાએ તેમની અસલ જિંદગ પર કોઈ અસર છોડી? તો અભિનેત્રીએ કહ્યું કે હા બિલકુલ. એકવાર હું અને રાખી જાહેરમાં પ્રેમથી ગળે મળ્યા ત્યારે મે ભીડમાં કોઈને એમ કહેતા સાંભળ્યા હતા કે રાખી બિન્દુને ગળે કેમ મળે છે? તેમને લાગ્યું કે હું ખુબ ખરાબ છું. ગાળો આપતા હતા થિયેટરમાં પણ. પરંતુ મે તેને વખાણ તરીકે લીધુ. તે ગાળો મારા માટે એવોર્ડ હતી. પ્રાણ સાહેબ સાથે 'રાઝ કી એક બાત કહ  દૂ તો' કવ્વાલી દરમિયાન દર્શકોએ થિયેટરમાં સ્ક્રિન પર સિક્કા પણ ફેંક્યા હતા. 

fallbacks

અત્રે જણાવવાનું કે બિન્દુના પિતા નાનુભાઈ દેસાઈ જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર હતા. જ્યારે તેઓ 13 વર્ષના હતા ત્યારે પિતાનું નિધન થયું. બિન્દુ ઘરમાં સૌથી મોટા હતા આથી આર્થિક જવાબદારી તેમના પર આવી ગઈ અને ફિલ્મોમાં આવ્યા. 1969માં બિન્દુને દો રાસ્તે અને ઈત્તેફાક જેવી ફિલ્મોથી સફળતા મળી અને છવાઈ ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More