Home> Entertainment
Advertisement
Prev
Next

તૈયાર થઇ જાવ...માત્ર 50 રૂપિયામાં તાજા થશે જૂની યાદો

વર્ષ 2020માં યશરાજ ફિલ્મ્સને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે, મહત્વનું છે કે યશરાજ ફિલ્મ્સ તરફથી 50 વર્ષની ઉજવણી કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું પરંતુ કોરોના મહામારીના કારણે તે થઇ શક્યું નહોતું.

તૈયાર થઇ જાવ...માત્ર 50 રૂપિયામાં તાજા થશે જૂની યાદો

ઝી બ્યૂરો, અમદાવાદ: જો તમે યશ ચોપરા અને યશરાજ ફિલ્મ્સના મોટા ફેન રહ્યા છો તો તમે ફરી સિલ્વર સ્ક્રીન પર તમારી મનપસંદ ફિલ્મો જોઈ શકશો. વર્ષ 2020માં યશરાજ ફિલ્મ્સને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે, મહત્વનું છે કે યશરાજ ફિલ્મ્સ તરફથી 50 વર્ષની ઉજવણી કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું પરંતુ કોરોના મહામારીના કારણે તે થઇ શક્યું નહોતું. હવે જ્યારે લોકડાઉન ખુલી ગયું છે તેવામાં સિનેમાઘરો ના માલિકો ઈચ્છી રહ્યા છે કે ફરી દર્શક વર્ગ થિયેટરમાં ફિલ્મો જોવા આવે. તેવામાં યશરાજ ફિલ્મ્સે તેમની એવરગ્રીન ફિલ્મો ફરી રિલીઝ કરવાનું પ્લાનિંગ કર્યું છે.

યશરાજ ફિલ્મ્સે ટ્વિટર પર કરી જાહેરાત
દિવાળીના તહેવારોમાં યશરાજ ફિલ્મ્સ તેમની કેટલીક સુપરહિટ ફિલ્મો રિલિઝ કરશે જેમાં અમિતાભ બચ્ચન અને રેખાની સિલસિલા, શાહરુખ ખાન માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂરની સુપરહિટ રોમેન્ટિક ફિલ્મ દિલ તો પાગલ હૈ, બંટી ઓર બબલી, જબ તક હે જાન, બેન્ડ બાજા બારાત, સુલતાન, મર્દાની, દમ લગા કે હૈસા સહિતની અનેક ફિલ્મોના નામ ફરી રિલીઝ માટે નક્કી કરવામાં આવ્યા છે.

કોરોના કાળમાં આટલી અલગ હશે સ્ટાર્સની દિવાળી, જાણો કોણ શું કરી રહ્યું છે મિસ

યશરાજ ફિલ્મ્સ 50 વર્ષની અનોખી રીતે કરશે ઉજવણી
કોરોનાવાયરસના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ભારે નુકસાન વેઠવું પડયું છે તેવામાં યશરાજ ફિલ્મ્સે સિનેમાઘરોની કમાણી વધે તે માટે ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે પણ વાતચીત કરી છે. આદિત્ય ચોપરા યશરાજ ફિલ્મ્સના પચાસ વર્ષની ઉજવણી વિશ્વ ફલક પર કરવા માંગે છે. તેવામાં યશરાજ ફિલ્મ્સની એવરગ્રીન ફિલ્મો ફરી સિનેમાઘરોમાં જોઈ દર્શકો પણ આ ઉજવણીમાં સામેલ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે

માત્ર 50 રૂપિયામાં જૂની યાદો તાજા થશે
યશરાજ ફિલ્મ્સ ઈચ્છે છે કે દર્શકો ફરી તેમની મનપસંદ ફિલ્મો સિનેમા ઘરોમાં જુએ તે માટે ફિલ્મની ટિકિટના દર પણ ઓછા રાખવામાં આવશે.. માત્ર 50 રૂપિયામાં ફિલ્મ મલ્ટિપ્લેકસમાં દેખાડવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

સિનેમાઘરોમાં ફરી પ્રાણ ફુંકાય તેવી આશા 
વર્ષ 2020 ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ભારે ઉતાર ચઢાવ વાળું રહ્યું છે. તેવામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પર ફરીથી વેગવંતુ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસથી દર્શકો પણ ફરી જૂની ફિલ્મો જોઈને પોતાની યાદો તાજા કરી શકશે અને સાથે સાથે સિનેમા ઘરોમાં પણ તેજી જોવા મળશે.

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More