Home> Entertainment
Advertisement
Prev
Next

લાઇવ પર્ફોમન્સ વખતે નિક અને પ્રિયંકાએ કરી KISS, હવે VIDEO થયો VIRAL

હોલિવૂડ એક્ટર અને સિંગર નિક જોનાસ તેમજ પ્રિયંકા ચોપડા પોતાના વીડિયો, સક્સેસ અને લાઇવ શોને કારણે ચર્ચામાં રહે છે. હવે આ બંનેનો એક સ્પેશિયલ વીડિયો બહુ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. 

લાઇવ પર્ફોમન્સ વખતે નિક અને પ્રિયંકાએ કરી KISS, હવે VIDEO થયો VIRAL

નવી દિલ્હી : હોલિવૂડ એક્ટર અને સિંગર નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા તેમના લગ્નના સમયથી જ ચર્ચામાં છે. પોતાના વીડિયો, સક્સેસ અને લાઇવ શોને કારણે ચર્ચામાં રહે છે. હવે આ બંનેનો એક સ્પેશિયલ વીડિયો બહુ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ બંનેએ લાઇવ પર્ફોમન્સ વખતે KISS કરીને બધાને ચોંકાવી દીધા હતા અને હવે તેમનો આ વીડિયો વાઇરલ થયો છે. 

કોણ બની શકે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન? મેકર્સે વાતવાતમાં કર્યો ઇશારો

નિક અને પ્રિયંકા હાલમાં લોસ એન્જલસમાં યોજાયેલી બિલબોર્ડ મ્યુઝિક નાઇટમાં શામેલ થયા હતા. આ લાઇવ શો દરમિયાન બંનેને એકબીજા પર એટલો પ્રેમ આવી ગયો હતો કે તેમણે જાહેરમાં કિસ કરી લીધી હતી. જોઈ લો આ વીડિયો...

'બિલબોર્ડ મ્યુઝિક અવોર્ડ' નાઇટમાં નિક અને પ્રિયંકા સાથે સમગ્ર જોનાસ પરિવાર તેમજ સોફી ટર્નર પણ પહોંચ્યા હતા. આ ફંક્શનનો એક વીડિયો નિક જોનાસે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેયર કર્યો હતો. આ વીડિયોમાં બંને બહુ ખૂબસુરત લાગતા હતા.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

The Jonai in Vegas. 😎

A post shared by Nick Jonas (@nickjonas) on

'બિલબોર્ડ મ્યુઝિક અવોર્ડ' નાઇટમાં પ્રિયંકા ચોપડા વ્હાઇટ રંગના ગાઉનમાં ગજબની ખૂબસુરત લાગી રહી હતી જ્યારે નિકે ચેક્સવાળા કોર્ટ અને પેન્ટ પહેર્યા હતા. આ વીડિયો શેયર થયા પછી માત્ર 6 કલાકમાં 34.75 લાખ લોકોએ જોઈ લીધો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More