Home> Entertainment
Advertisement
Prev
Next

મૌની રોયનો આ VIDEO ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધમાલ, 10 કરોડ લોકોએ જોયો અને તમે ?

ટી-સિરીઝ દ્વારા ગયા વર્ષે 12 ડિસેમ્બરે યુ ટ્યૂબ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું

મૌની રોયનો આ VIDEO ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધમાલ, 10 કરોડ લોકોએ જોયો અને તમે ?

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય 90ના દાયકાના લોકપ્રિય ગીત 'ગલી ગલી મેં ફિરતા હૈ...'થી લોકોનું દિલ જીતવામાં સફળ સાબિત થઈ છે. સામાન્ય રીતે રિમિક્સ ગીત ઓરિજનલ ગીત કરતા સાવ અલગ લાગતું હોય છે પણ ગીત અલગ જ છે કારણ કે એમાં જુના ગીતની બીટ્સ સાથે ખાસ છેડછાડ કરવામાં નથી આવી. આ ગીત કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ 'કેજીએફ'નું છે. 

'પીએમ નરેન્દ્ર મોદી'નું શૂટિંગ શરૂ, અમદાવાદ પહોંચી ફિલ્મની ટીમ

ટી-સિરીઝ દ્વારા ગયા વર્ષે 12 ડિસેમ્બરે યુ ટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલા આ ગીતને અત્યાર સુધી 10 કરોડ કરતા વધારે વખત જોવાયું છે. આ ગીતને તનિષ્ક બાગચીએ રિ કમ્પોઝ કર્યું છે અને ગીત નેહા કક્કડે ગાયું છે. નેહાએ આ ગીતમાં પોતાના અવાજ સાથે પ્રયોગ કર્યો છે. યશ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે અને તેની ફિલ્મ 'કેજીએફ' બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. 

કન્નડની સૌથી મોંઘી ફિલ્મ 'કેજીએફ' રજૂ કરવા માટે એક્સેલ એન્ટરટેઇનમેન્ટે એએ ફિલ્મ્સ સાથે હાથ મેળવ્યો છે. આ કન્નડ ફિલ્મને તામિલ, તેલુગુ, મલયાલમ, હિન્દી અને કન્નડ એમ પાંચ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More