Home> Entertainment
Advertisement
Prev
Next

SANJUની જેમ જ ધુમ મચાવી રહી છે MANJUની સ્ટોરી, Video જોઈને પેટ પકડીને હસી પડશો

આ વીડિયોને 1 દિવસ પહેલાં જ અપલોડ કરવામાં આવ્યો છે અને એ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે

SANJUની જેમ જ ધુમ મચાવી રહી છે MANJUની સ્ટોરી, Video જોઈને પેટ પકડીને હસી પડશો

નવી દિલ્હી : રાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજુ' છેલ્લા કેટલાક દિવસથી ભારે ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર લીડ રોલ કરી રહ્યો છે અને આ ફિલ્મ માટે દર્શકોમાં પણ ભારે ઉત્સાહ છે. આ ફિલ્મના બે ગીત રિલીઝ થયા છે અને એને પણ દર્શકોનો સારો પ્રતિભાવ મળ્યો્ છે. સંજુને મળી રહેલી આ સફળતાને પગલેપગલે 'મંજુ'નો પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. 

બન્યો નવો પ્લાન અને હવે વેચાશે દેશની સૌથી મોટી એરલાઇન!

'મંજુ'ના આ વીડિયોને 1 દિવસ પહેલાં જ યુ ટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો છે અને એ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આની વાર્તા 'સંજુ'ને મળતી આવે છે પણ એ કામવાળી બાઈ 'મંજુ'ની વાર્તા છે જેણે પોતાની શેઠાણીઓનું જીવન મુશ્કેલ કરી દીધું છે. આ વીડિયો જબરદસ્ત કોમેડી છે અને એ જોયા પછી પેટ પકડીને હસી પડશો. આ વીડિયોમાં જોકે કેટલાક બદલાવ પણ કરવામાં આવ્યા છે. 

નોંધનીય છે કે 'સંજુ'નું ડિરેક્શન રાજકુમાર હિરાણીએ કર્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સિવાય દિયા મિર્ઝા, સોનમ કપૂર, અનુષ્કા શર્મા, વિક્કી કૌશલ, કરિશ્મા તન્ના અને મનીષા કોઇરાલા જેવા સ્ટાર લીડ રોલમાં છે. આ ફિલ્મ 20 જુનના દિવસે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સંજય દત્તની કરિયરની શરૂઆતથી માંડીને અત્યાર સુધીની વાર્તાને દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર એકદમ સંજય દત્ત જેવો લાગે છે અને ચાહકો આતુરતાથી આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. 

બોલિવૂડના બીજા સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More