Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રિયંકા અને નિકના સંબંધો બન્યા ઓફિશિયલ, 'રોકા'ની પહેલી તસવીર આવી સામે 

ભારતીય રીત રિવાજ પ્રમાણે થયેલી આ સગાઈની તસવીર વાઇરલ થઈ રહી છે 

પ્રિયંકા અને નિકના સંબંધો બન્યા ઓફિશિયલ, 'રોકા'ની પહેલી તસવીર આવી સામે 

નવી દિલ્હી : પ્રિયંકા ચોપડાની સગાઈના સમાચાર વચ્ચે ફિલ્મફેરે પ્રિયંકા અને નીકના 'રોકા'ની વિધિની પહેલી તસવીર જાહેર કરી છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં આ તસવીર વાઇરલ થઈ રહી છે. આ તસવીરમાં પ્રિયંકા પીળા રંગમાં બેહદ ખૂબસુરત લાગે છે અને નિક સફેદ કુર્તા-પાયજામામાં હેન્ડસમ લાગી રહ્યો છે. આ સંજોગોમાં પરિણિતી પણ પીળા રંગના ડ્રેસમાં દેખાઈ છે જેના કારણે માનવામાં આવે છે કે આ ફંક્શનનો ડ્રેસ કોડ પીળા રંગનો ડ્રેસ છે. 

પ્રિયંકા ચોપડાની રોકાની વિધિ સંપૂર્ણરીતે પારંપરિક રીતે ઉજવવામાં આવી છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી એક તસવીરમાં પ્રિયંકા અને નિક એકબીજાનો હાથ પકડીને વિધિ કરતા દેખાઈ રહ્યા છે. 

પ્રિયંકા સાથે સગાઈ કરવા માટે નિક પોતાના માતા-પિતા સાથે મુંબઈ આવ્યો છે. સમાચારપત્ર ડીએનએ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પ્રિયંકાએ બોલિવૂડના પોતાના ખાસ મિત્રોને 18 ઓગસ્ટના દિવસે સવારે કાઢવાનું કહ્યું હતું અને શનિવારે રાત્રે એક મોટી પાર્ટીમાં પ્રિયંકા પોતાની સગાઈની જાહેરાત કરી શકે છે. શનિવારે સવારે 10 વાગ્યે ભારતીય પરંપરા પ્રમાણે પ્રિયંકાની 'રોકા' વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રિયંકા ચોપડાના ઘર પર આયોજિત રોકાની વિધિ દરમિયાન નિકના માતા-પિતા પણ ભારતીય પરિધાનમાં જોવા મળ્યા હતા. 

મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે પ્રિયંકા અને ઓક્ટોબારમાં લગ્ન કરી શકે છે. મળતા સમાચાર પ્રમાણે નિકના ત્યાં લગ્ન પહેલાં બે પરિવાર મળે એવી પરંપરા છે અને એને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More