Home> Entertainment
Advertisement
Prev
Next

Leo Trailer: એકશન જોઈ જીવ થશે અદ્ધર, સંજય દત્તનો ખૂંખાર લુક ડરાવશે તમને, જુઓ લિયો ફિલ્મનું ટ્રેલર

Leo Film Trailer: આ ફિલ્મમાં સંજય દત્ત વિલનની ભૂમિકામાં હોય તેવું ટ્રેલર પરથી લાગે છે. કારણ કે ટ્રેલરમાં તેનું ખૂંખાર રૂપ દેખાડવામાં આવ્યું છે. ટ્રેલરમાં જે પણ બતાવવામાં આવ્યું છે તેમાં ભરપૂર એક્શન જોવા મળે છે. આવી એક્શન સીકવન્સ આ પહેલા કોઈ પણ ફિલ્મમાં જોવા નહીં મળી હોય. 

Leo Trailer: એકશન જોઈ જીવ થશે અદ્ધર, સંજય દત્તનો ખૂંખાર લુક ડરાવશે તમને, જુઓ લિયો ફિલ્મનું ટ્રેલર

Leo Film Trailer: એક્ટર વિજય થલાપતિ માત્ર સાઉથનો જ નહીં પરંતુ હિન્દી ઓડિયન્સમાં પણ લોકપ્રિયતા ધરાવતો હીરો છે. તેના ચાહકો વિશ્વભરમાં છે. તેથી જ તેની ઘણી ફિલ્મો સાઉથ લેંગ્વેજની સાથે હિન્દીમાં પણ રિલીઝ થાય છે. આવી જ એક ફિલ્મ લિયો પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. લિયો ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તેનું હિન્દી ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિજય થલાપતિની સાથે સંજય દત્ત પણ જોવા મળશે. હિન્દી ટ્રેલરમાં સંજય દત્તની જે ઝલક દેખાડવામાં આવી છે તેના કારણે ચાહકોનો ઉત્સાહક ચરમસીમાએ છે.

આ પણ વાંચો:

Viral Video: શોર્ટ ડ્રેસમાં ભાંગડા કરતી Shehnaaz Gill થઈ Oops Moment નો શિકાર

રજનીકાંત અને અમિતાભ બચ્ચન સ્ક્રીન કરશે શેર, Big B એ સાઈન કરી સાઉથની આ ફિલ્મ

ઓક્ટોબર મહિનો રહેશે જોરદાર, દમદાર ફિલ્મો અને વેબ સીરીઝ થશે OTT પર થશે રિલીઝ

ફિલ્મમાં વિજય થલાપતિ દમદાર ભૂમિકામાં જોવા મળશે અને સાથે જ સંજય દત્તનો રોલ પણ મહત્વનો છે. આ ફિલ્મમાં સંજય દત્ત વિલનની ભૂમિકામાં હોય તેવું ટ્રેલર પરથી લાગે છે. કારણ કે ટ્રેલરમાં તેનું ખૂંખાર રૂપ દેખાડવામાં આવ્યું છે. ટ્રેલરમાં જે પણ બતાવવામાં આવ્યું છે તેમાં ભરપૂર એક્શન જોવા મળે છે. આવી એક્શન સીકવન્સ આ પહેલા કોઈ પણ ફિલ્મમાં જોવા નહીં મળી હોય. 

 

લિયો ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મ 19 ઓક્ટોબરે  થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ડાયરેક્શન લોકેશ કનગરાજે કર્યું છે. જે આ પહેલા તે  કૈથી, માસ્ટર ઔર વિક્રમ જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. આ ફિલ્મોના હિન્દી ડબીંગ આજે પણ લોકપ્રિય છે. 

લિયો ફિલ્મના ટ્રેલર રીલીઝની સાથે જ ફિલ્મનું પ્રમોશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ એક પેન ઇન્ડિયા ફિલ્મ છે જે સાઉથની ભાષાઓ ઉપરાંત હિન્દીમાં પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વિજય થલાપતિ સાથે મુખ્ય ભૂમિકામાં અભિનેત્રી તૃષા કૃષ્ણન જોવા મળશે. વિજય થલાપતિ અને તૃષાની જોડી વર્ષો પછી સ્ક્રીન પર દેખાશે. આ બંને 14 વર્ષ પહેલા એક સાથે ફિલ્મમાં જોવા મળ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More