Home> Entertainment
Advertisement
Prev
Next

વિદ્યા બાલનનો ચોંકાવનારો ખુલાસો, ‘તામિલ પ્રોડ્યૂસરે મને અનુભવ કરાવ્યો કે હું બદસૂરત છું...’

વિદ્યા બાલન હાલમાં તેમની ફિલ્મ મિશન મંગલને લઇને પ્રશંસાઓ મેળવી રહી છે. આ ફિલ્મમાં વિદ્યાનો અંદાજ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આમ તો વિદ્યા હાલમાં પસંદગીની ફિલ્મોમાં જ જોવા મળે છે, પરંતુ તેઓ જ્યારે પણ સ્ક્રીન પર આવે છે, દર્શકો તરફથી ઘણી પ્રશંસા તેમને મળે છે

વિદ્યા બાલનનો ચોંકાવનારો ખુલાસો, ‘તામિલ પ્રોડ્યૂસરે મને અનુભવ કરાવ્યો કે હું બદસૂરત છું...’

નવી દિલ્હી: વિદ્યા બાલન હાલમાં તેમની ફિલ્મ મિશન મંગલને લઇને પ્રશંસાઓ મેળવી રહી છે. આ ફિલ્મમાં વિદ્યાનો અંદાજ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આમ તો વિદ્યા હાલમાં પસંદગીની ફિલ્મોમાં જ જોવા મળે છે, પરંતુ તેઓ જ્યારે પણ સ્ક્રીન પર આવે છે, દર્શકો તરફથી ઘણી પ્રશંસા તેમને મળે છે. બોલીવુડ સિવાય તેમનું માનીએ તો ટેલીવુડ (સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી)માં ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં સાઉથમાં તેમને ઘણી વખત રીજેક્ટ પણ કરવામાં આવી છે. ‘તુમ્હારી સુલુ’, ‘કહાની’ જેવી ફિલ્મોમાં જબરજસ્ત અભિનય કરનાર વિદ્યા બાલનને તામિલના એક પ્રોડ્યૂસરે એ પ્રકારે બદસૂરત અનુભવ કરાવ્યો કે, તેમણે અરિસામાં પોતાની જાતને જોવાનું બંધ કરી દીધું હતું.

આ પણ વાંચો:- ક્યૂનેટ કૌભાંડ: અનિલ કપૂર-જેકી શ્રોફ, બોમન ઈરાની સહિત અનેક સ્ટાર્સને નોટિસ, 70ની ધરપકડ

ન્યૂઝ એજન્સી આઇએએનએસના જણાવ્યા અનુસાર, તેમના એક તાજેતરના ઇન્ટરવ્યૂમાં વિદ્યાએ ખુલાસો કર્યો હતો કે, ટેલીવુડમાં મને ઘણી વખત રિજેક્ટ કરવામાં આવી છે. કેટલીક મલયાલમ ફિલ્મોમાંથી તો મને અચાનક નિકાળી દેવામાં આવી હતી. હું એક તામિલ ફિલ્મ કરી રહી હતી અને મને તેમાંથી નિકાળી દેવામાં આવી હતી. મને યાદ છે કે, મારા માતાપિતા મારી સાથે ગયા હતા, કેમ કે, તેઓ મને લઇને ખુબ જ પરેશાન થઇ ગયા હતા. તેમણે કહ્યું કે, મારા પિતા અને હું ફિલ્મના નિર્માતાને મળવા પહોંત્યા હતા. જ્યાં નિર્માતાએ અમને કેટલાક વીડિયો બતાવ્યા અને કહ્યું કે, આ જુઓ, શું આ અભિનેત્રી જેવી દેખાય છે? હું પહેલાથી તેને લેવા નહોતો ઇચ્છતો, પરંતુ ડાયરેક્ટરના કહેવા પર મે તેને ફિલ્મમાં લીધી હતી.

fallbacks

આ પણ વાંચો:- TikTok પર વાયરલ થયો સલમાન ખાનનો વીડિયો, ફેન્સ જોઈને ચોંકી ગયા

‘ધ ડર્ટી પિક્ચર’માં સાઉથની પ્રસિદ્ધ એક્ટ્રેસ સિક્લ સ્મિતાનો રોલ અદા કરનાર વિદ્યાએ કહ્યું, ‘તેમણે પહેલા મને ફિલ્મથી નિકાળી દીધી હતી. પરંતુ મારા પિતાએ નિર્માતાને ફોન કરીને પૂછ્યું કે, શું તેઓ મળી શકે છે? કેમકે તેઓ જાણવા માગે છે કે શું ખોટું થઇ રહ્યું છે.’

આ પણ વાંચો:- Dream Girl: પંજાબી નહીં, મરાઠીમાં આવ્યું આયુષ્માનની ફિલ્મનું ધમાકેદાર ગીત 'ધાગાલા લાગલી'

વિદ્યાએ કહ્યું કે, તેમના માટે તે ઘણો મુશ્કેલ સમય હતો. તેમણે કહ્યું કે, ‘મને અનુભવ કરાવ્યો કે હું બદસૂરત છું. મહિનાઓ સુધી ખુબજ ખરાબ અનુભવી રહી હતી. મને નથી લાગતું કે, તે સમયે મેં મારી જાતને અરિશામાં જોઇ હોય. જે હું જોતી, તે મને પસંદ આવતું ન હતું, કેમકે મને પણ લાગતુ હતું કે, હું બદસૂરત છું. મેં ઘણો સમય તે વ્યક્તિને માફ કર્યો ન હતો, પરંતુ આજે તેમને આભાર વ્યક્ત કરુ છું. મને અહેસાસ થયો કે મારે મારી જાતને તે જ રીતે પ્રેમ કરવાનો છે અને સ્વીકાર કરવાની છે. જેવી હું છું.’

fallbacks

આ પણ વાંચો:- હજાર પ્રયત્ન કરવા છતાં કેમેરામાં કેદ થયો એકતા કપૂરનો પુત્ર, VIDEO થયો VIRAL

જણાવી દઇએ કે વર્ષ 2005માં વિદ્યા બાલને ફિલ્મ ‘પરિણીતા’થી બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્યારબાદ ‘લગે રહો મુન્નાભાઇ’, ‘પા’, ‘ઇશ્કિયાં’સ ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘કહાની’ જેવી હિટ ફિલ્મોમાં જોવા મળી છે. ‘ધ ડર્ટી પિક્ચર’ માટે વિદ્યા રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીતી ચુકી છે.
(ઇનપુટ આઇએએનએસ)

જુઓ Live TV:-

બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More