Home> Entertainment
Advertisement
Prev
Next

Do Aur Do Pyaar: વિદ્યા બાલનની નવી ફિલ્મની થઈ જાહેરાત, ફિલ્મમાં પ્રતીક ગાંધી જોવા મળશે મુખ્ય ભૂમિકામાં

Do Aur Do Pyaar First Look: અભિનેત્રી વિદ્યા બાલનની નવી ફિલ્મ દો ઓર દો પ્યારનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ વિદ્યા બાલનની સાથે પ્રતિક ગાંધી, ઇલિયાના દિક્રુઝ અને સેંધિલ રામમૂર્તિ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Do Aur Do Pyaar: વિદ્યા બાલનની નવી ફિલ્મની થઈ જાહેરાત, ફિલ્મમાં પ્રતીક ગાંધી જોવા મળશે મુખ્ય ભૂમિકામાં

Do Aur Do Pyaar First Look: અભિનેત્રી વિદ્યા બાલનની નવી ફિલ્મ દો ઓર દો પ્યારનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મ વિદ્યા બાલનની સાથે પ્રતિક ગાંધી, ઇલિયાના દિક્રુઝ અને સેંધિલ રામમૂર્તિ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પ્રોડક્શન કંપની અપ્લોઝ એન્ટરટેનમેન્ટ દ્વારા ફિલ્મનું એક મોશન પોસ્ટર શેર કરવામાં આવ્યું છે અને સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. 

આ પણ વાંચો: પાકિસ્તાનને વિશ્વાસઘાતનો જવાબ આપશે દીપિકા અને ઋત્વિક, ધાંસુ છે ફાઈટર ફિલ્મનું ટ્રેલર

આ ફિલ્મ આ વર્ષે માર્ચ મહિનામાં રિલીઝ થવાની છે. પોસ્ટરમાં વિદ્યા બાલનને સેંધિલ રામમૂર્તિએ અને પ્રતીક ગાંધીને ઈલિયાનાએ ગળે લગાડેલો છે. આ પોસ્ટર સાથે પોસ્ટના કેપ્શન માં લખવામાં આવ્યું છે આ સિઝનમાં પ્રેમ તમને આશ્ચર્યચકિત કરશે, તમને ભ્રમિત કરશે, તમને બરબાદ કરશે. દો ઔર દો પ્યાર 29 માર્ચ 2024 ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

શીર્ષા ગુહા ઠાકુરતા નિર્દેશિત ફિલ્મ દો ઔર દો પ્યાર નું નિર્માણ સમીર નાયર, દીપક સહગલ, તનુજ ગર્ગ, અતુલ કસ્બેકર અને સ્વાતિ અય્યર ચાવલા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મની પટકથા સુપ્રોતિમ સેનગુપ્તા અને ઈશા ચોપડાએ વિકસિત કરી છે. 

આ પણ વાંચો: ભારતીય સિનેમામાં આ અભિનેત્રીએ આપ્યો પહેલો કિસ સીન, 4 મિનિટ સુધી ચાલ્યો હતો સીન

વિદ્યા બાલન આ પહેલા ફિલ્મ નિયતમાં જોવા મળી હતી જોકે આ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહીં. નિયત પહેલા વિદ્યા બાલન સેફાલી શાહ સાથે જલસામાં જોવા મળી હતી. આ ફિલ્મથી ઇલિયાના ડિક્રુઝ ઘણા સમય પછી સ્ક્રીન પર વાપસી કરી રહી છે. છેલ્લે તેણે પાગલપંતી અને ધ બિગ બુલ ફિલ્મમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં પ્રતીક ગાંધી મુખ્ય ભુમિકામાં જોવા મળશે. પ્રતીક ગાંધી થિયેટર કલાકાર છે તેણે અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને છેલ્લે તે સ્કેમ 1992 વેબ સીરીઝમાં જોવા મળ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More